SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ : શ્રી ધર્મનાથ જિન સ્તવન [[૨૮૯ પ્રવચન અંજન જે સદૂગુરુ કરે, દેખે પરમ નિધાન, જિનેશ્વર, હૃદય-નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન, જિનેશ્વર. ધર્મ ૦ ૩ અર્થ–સાચા ગુરુ જે આગમરૂપ આંજણ કેઈની આંખમાં આજે તે તેના પ્રતાપે મહામૂલ્યવાન દાટેલ ભંડારને જુએ, હદયરૂપ આંખ જગતના શેઠને-ઉપરીને જોઈ શકે અને એને મહિમા તે ખૂબ મોટો છે, મેરુ પર્વત જેટલે તે ઊરો છે, મોટો છે તેમ જુએ. (૩) ટબો–તે ધર્મ તે પ્રવચનરૂપ અંજન જે સશુરુ કરે તે પરમનિધાન ધર્મરૂપ તે દેખીએ, હૃદય-ચિત્ત-નયનને વિષે જે નિડાળે-ચિંતવે, તે ત્રિભુવન ધણી, તેને મહિમા-પ્રભાવ મેરુથી પણ અધિક હોય. (૩) વિવેચન—આવી રીતે ધર્મ ધર્મ કરતે હું તે ભારે ગોટાળે ચઢી ગયે, પણ એમાં મારું કાંઈ વળ્યું નહિ; મારા અનંત ફેરા નકામા ગયા અને નફામાં હું અહીંતહીં રખડતે ફર્યા જ કર્યો અને મારા હાલ બેહાલ થઈ રહ્યા છે. હવે તે સાચા ગુરુ મહારાજ મને પ્રવચનરૂપ આંજણ આજે તે જમીનમાં દાટેલ મહામૂલ્યવાન ખજાને દેખાઈ આવે. અસલ મેલી વિદ્યાને પરિણામે જમીનમાં દાટેલ ખજાને પણ ઘટતા આંજણને પ્રાગે મનુષ્ય જોઈ શકતા હતા, પિતે અદશ્ય થાય. અને હાલ જેમ કેટલાક જમીનમાં રહેલ પાણીની હાજરી ભાખી શકે છે (diviner કહેવાય છે), તેમ પ્રવચનરૂપ આંજણ જે સદ્ગુરુ આંજે, તે મહામૂલ્યવાન ખજાને મારી નજરે પડે. આ પરમ ખજાને તે આત્મિક જ્ઞાન છે. એક વાર જીવ અને પુદ્ગલ જુદાં છે એમ જણાઈ જાય અને તેને ઉપદેશ અને ગુરુ મહારાજ કરે, તે જમીનની અંદર દાટેલ ખજાનાનાં દર્શન થાય. આ વાતમાં સેના-રૂપાની કે બીજી કોઈ મૂલ્યવાન દાટેલ વસ્તુની વાત નથી, પણ સાચો ભંડાર તે આત્માને ઓળખે તે જ છે. એ રૂપ દાટેલ ધન દેખાઈ આવે, પ્રગટ થાય એવા સુગુરુની મારે અત્યારે જરૂર છે. એવા ગુરુથી જ્યારે સુંદર વક્તવ્ય થાય, તે મને સાચી સ્થાયી વસ્તુનું ભાન કરાવે, ત્યારે મારે આ ફેરે સફળ થાય અને મારું ચોક્કસ કામ થઈ જાય. ત્યારે મારી પાઠાંતર—“ કરે” સ્થાને પ્રતમાં “ કરે ' એ પાઠ છે, તે જૂની ગુજરાતી છે. પ્રથમ પાદમાં “ કરે ? સ્થાને બીજી પ્રત લખનાર “કેરે ” પાઠ લખે છે. “દેખે સ્થાને બંને પ્રત લખનાર “ ” પાઠ લખે છે. તે પ્રાચીન ગુજરાતી છે. “નયન’ પછી એક પ્રતિકાર “ન’ શબ્દ ઉમેરે છે. “નિહાળે ” સ્થાને ભીમશી માણેક નિહાલે” છાપે છે; પ્રતમાં પણ તે જ પાઠ છે. (૩) શબ્દાર્થ–પ્રવચન = શાસ્ત્ર, આગમ, અ જન = આંજણ, મસ, જે = સંબંધક; જે, તે. સદ્ગર = સારા ગુરુ, શિખવનાર મહાપુરુષ. કરે = આજે, ભરે, ભરી આપે, આંખમાં આંજણ આંજે. દેખે = જુએ, ઓળખી શકે. પરમ = મૂલ્યવાન, કીમતી. નિધાન = જમીનમાં દાટેલ નિધિ. હૃદય = અંદરથી, આત્મિક. નયન = આંખ, ચક્ષ. નીહાળે = નિરખે, જુએ, જાણે. જગધણી = જગતના શેઠને, દુનિયાના શિરતાજને. મહિમા = વડપણ, ગરતા. મેર = મેરુ પર્વત ઊંચાઈમાં લાખ ગાઉ છે, ખૂબ ઊંચી જગા, સમાન = બરાબર. (૩). ૩૭
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy