SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી અનંતનાથ જિન સ્તવન સંબંધ-આવા પ્રભુની સેવા કરવાનું-ભક્તિ કરવાનું–આપણે આગલા સ્તવનને છેડે નક્કી કર્યું. એ સેવા કરવાનું કામ કેટલું મુશ્કેલ છે અને પ્રભુના ઉપદેશ પ્રમાણે ચાલનાર કેટલા છેડા છે, તે આપણે જુદા જુદા મુદ્દાઓથી તપાસીએ. સેવા કરવા યોગ્ય છે અને તે સારી છે એમ તે કેટલાયે કહે, પણ સેવા બરાબર સમજવા જેવી ચીજ છે અને તે કરવી, તેમાં એકાગ્રતા કરવી, એ ઘણું મુશ્કેલી ભરેલું કામ છે, તે ચેડાના જ સમજવામાં આવે છે. તેઓ તે ધારે કે એકદમ સેવા થઈ જશે, પણ સેવાધર્મ સર્વથી મુશ્કેલ છે એમ કવિઓ પણ કહે છે. શ્રી ભર્તુહરી પણ કહે છે કે સેવાધર્મ: માનો યોનિનામાન્ય એનો અર્થ એમ છે કે સેવાધર્મ અત્યંત મુશ્કેલ છે અને તે ગિઓને પણ ગૂંચવણમાં પાડી દે તેવે છે. આ રીતે કેઈની સેવા ઊઠાવવી એ અનેક મુશ્કેલીઓથી ભરપૂર માગે છે. સામાન્ય રીતે એમ ધારવામાં આવે, કે સેવા કે ભક્તિ, એમાં શું છે? એ તે ગમે તે, ગમે ત્યારે કરી શકે. પણ આ સ્તવનકારના કહેવા પ્રમાણે તે, તે અત્યંત મુસીબતથી ભરપૂર માગે છે. તેથી આપણે એ વાત પ્રથમ ધ્યાનમાં રાખવી જોઈએ. સાધારણ ઔપચારિક સેવા તે આપણે વારંવાર કરીએ, પણ જે ભક્તિ કહેવાય તે તે લાકડાના લાડુ છે; અને યથાતથ્ય તેને અમલ કરે એ તે બહ આકરી વાત છે. તેથી તેમાં એકાગ્રતા કરી એકધ્યાનથી તેનું અનુકરણ કરવું અને જે પરમપદને આપણે મેળવવાની આશા રાખીએ છીએ, તેને અપાવનારની ભક્તિ કરવી. ભક્ત જ્યારે એકાગ્ર થાય છે અને સેવાકાર્યમાં પ્રવર્તે છે ત્યારે તેને બીજું કાંઈ પણ સૂઝતું નથી. એને મન પ્રભુ એ જ સર્વસ્વ હોય છે. તેની સાંનિધ્યમાં ગમે તેમ કરી રહેવું અને તેના સંબંધના દરરોજ વિચાર કરવા એ સિવાય કોઈ કામમાં એને મજા આવતી નથી આ સેવાભાવને અને ભક્તિપૂજાને મહિમા છે. તે ઉપરાંત એક ઘણો અગત્યને પ્રશ્ન આ સ્તવનમાં ચર્ચવામાં આવ્યા છે. તે સમજ્યા વગર ગતાનુગતિક ક્રિયા કરવાને સવાલ છે. કેટલાક કિયાવાદીઓ કિયામાં જ સર્વસ્વ માને છે. તેમને અમુક પડિલેહણ કે પ્રતિક્રમણમાં એટલે રસ આવે છે કે તેના હેતુ, રહસ્ય કે અર્થને જરા પણ ન સમજતા હોય, પણ યંત્રવત્ કિયા કયે જ જાય છે. તેઓને જે ક્રિયા કરવાનો શોખ થાય છે તે યંત્રની માફક કિયા કરે છે, તેનું ફળ સંસાર વધવામાં જ આવે છે. ફળ તે થાય, પણ તેથી સંસાર વધે છે અને મોક્ષ દૂર થાય છે. આ માત્ર સમજણ વગરની ક્રિયા સંચા માફક કર્યો જવાનું ફળ છે. એવી તે અનેક કિયા આ જીવે કરી, પણ એમાં એને ખરે ઉદય ન થયા. ખરે ઉદય તે ત્યારે જ થાય કે જ્યારે આ જીવ પ્રભુ સરખે થાય અને એનાં આધિ, વ્યાધિ અને ઉપાધિ હમેશને માટે દૂર થઈ જાય. સમજ્યા વગરની
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy