SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૧ ૧૧ : શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન ટ –સકળ સંસારી જીવ તે ઇંદ્રિયના સોપાધિક સુખને આરામી છે. તે શ્રી શ્રેયાંસ નાથ જિન કેવા છે? મુનિ ગુણ જે જ્ઞાનદર્શન, તન્મયી છે. આત્મા, તેને વિષે રમતા છે, મુખ્યપણે નિશ્ચયથી જે આત્મારામી છે, તેહી જ કેવલ શુદ્ધપણે નિકામી છે અને વ્યવહારકિયાએ જે આત્મા તે કેવળ નિકામી–અસદારંભનિવર્તન માટે પર સહજ મુગતિગામી નહિ એવું પણ જણાવ્યું છે તે આગળ કહે છે. (૨) વિવેચન-જીના સંસારી અને સિદ્ધ એવા બે ભેદ છે. તેમાં જેઓ સંસારી છે, અને સંસારમાં મસ્ત રહે છે, તેઓ એક અથવા વધારે ઇદ્રિમાં આનંદ માનનારા હોય છે. એ તે ઇદ્રિના ભેગેને ભગવે અને એને પરિણામે સંસારમાં રખડ્યા કરે અને એ વાતને આરે જ આવે નહિ. ઇંદ્રિયરામી એટલે ઈંદ્રિયમાં રમણ કરનાર. આ પ્રકારના જીવો દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ ગતિમાં ભટક્યા કરે છે, એક ગતિમાંથી બીજીમાં જાય અને એવી રીતે સંસારમાં આંટા માર્યા કરે છે, પણ તેઓને નિતાર થતું નથી. પણ જે ખરા યતિ અથવા મુનિ છે તે તે પિતાના ગુણમાં રમણ કરે છે, તેઓ દશે યતિધર્મમાં મહાલે છે અને સાધુગુણમાં રંજી તેને જ અનુરૂપ સર્વને ઉપદેશ આપે છે. દશ યતિધર્મો માટે જુઓ “પ્રશમરતિ', પ્રકરણ સાતમું. એ એક સ્થાને લખેલા હોવાથી અત્ર તેનું પુનરાવર્તન કરતું નથી. મુનિ કે અત્યારે તે સંસારી જ છે, પણ યતિધર્મમાં રમણ કરે છે, અને તેને માટે પિતાનું સર્વ ધ્યાન વાપરે છે; અથવા મુનિ–યતિ જ્ઞાનાદિક આમિક ગુણમાં રમે છે. આ આત્મિક ગુણ તે જ્ઞાન, દર્શન, ચરિત્ર અને વીર્ય; તેઓ સંસારમાં રહેવા છતાં આત્મિક ગુણમાં રમણ કરે છે. તેઓની અને સામાન્ય સંસારી વચ્ચે આ ફેર હોય છે. હવે આ સંસારી છે અને યતિધર્મો પૈકી, જેઓ આત્મિક ગુણમાં રમણ કરનારા હોય છે, તેઓ તદ્દન નિષ્કામ અને નિસ્પૃહ હોય છે. સંસારી છે જ્યારે લાડીવાડી.ગાડીમાં આનંદ માને છે ત્યારે મુનિઓ નિજ ગુણમાં રમતા હોય છે અને તેને કોઈની કોઈ પ્રકારની પૃહા હોતી નથી. તેઓ પુદ્ગલના તે સંગમાં પણ આવતા નથી. તેઓ યતિધર્મો અને સમાચારીએ કહેલા આચરણમાં એટલા મશગૂલ હોય છે કે તેમને પુદ્ગલરંગમાં રંગાવાનું હોતું જ નથી. આ વાત સાચા અર્થમાં જે યતિ હોય, દુનિયાદારીથી દૂર રહી શકતા હોય, તેને જ લાગુ પડે છે. માત્ર વેશ પહેરવાથી મુનિ કે યતિ, સાધુ કે ત્યાગી થવાતું નથી, પણ આચરણમાં દશે યતિધર્મોને મૂકવા જોઈએ. મુનિઓ ખરેખરી રીતે કોઈની આશા રાખતા નથી અને આત્મિક ધર્મમાં રોકાયેલા રહી માત્ર આત્મતત્વનું ચિંતવન કરે છે. સાધુધર્મ બરાબર પાળવામાં આવે તે તે એ છે કે મુનિને આખે વખત આત્મિક ચિંતવન જ થઈ શકે, પણ તે યતિ શબ્દના મૂળ અર્થ પ્રમાણે વર્તનાર અને અમલ કરનાર જોઈએ. હવે અધ્યાત્મ ખરેખર અર્થમાં શું છે, તે સમજી પ્રભુને તે કેટલે અંશે લાગે છે, તેને નિર્ણય કરીએ અને પ્રભુને આદર્શ સ્થાને રાખવામાં કઈ પ્રકારને વાધ આવે છે કે કેમ તે વિચારીએ. (૨). ૩૧
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy