SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૩૩ ૧૦: શ્રી શીતળનાથ જિન સ્તવન કામ પ્રત્યે ઉદાસીનતા આવે છે. એ કામ જાણે પોતે કર્યું છે એવું લાગતું નથી. ઉદ્યોગી હોવું કે નામ કાઢવું કે આળસ કરવું કે પ્રખ્યાતિ મેળવવી એ સર્વ કામ કરવાની પ્રેરણું હોય છે. માણસ એને લઈને કામ કરે છે, પણ થયું તે પણ ભલે અને ન થયું તે પણ ભલે, એવી વૃત્તિ કેળવવાથી આવે. પ્રેરણા કોઈ પ્રકારની ન હોય, હેતુ કે આશય ન હોય, છતાં કામ તો થયા જ કરે, તે પ્રેરણું વગર થયેલ કૃતિ કહેવાય છે. તીર્થંકર મહારાજને આબરૂ મેળવવી નથી, નામના કાઢવી નથી, એ વગેરે કામ કરવાની પ્રેરણાઓ હોય છે, તે પ્રભુમાં નથી, એ પ્રેરણા વગરની કૃતિ એટલે ઉદાસીનતા કામ તરફ આવે છે અને પ્રભુનું જીવન જોતાં એમની કૃતિને અંગે કઈ પ્રકારની પ્રેરણા હોય એમ લાગતું નથી. એટલે કામ તરફ તેમની ઉદાસીનતા હોય છે. તેઓ વ્યાખ્યાન કરી ઉપદેશ આપે છે, સમવસરણમાં બેસે છે, પણ સમવસરણ હોય તેયે ભલે, ન હોય તે પણ ભલે, ઉપદેશ વખતે પર્ષદા ભરાણી હોય તો પણ ભલે, અને ન એકઠી થાય તે પણ ભલે, આ પ્રકારની વૃત્તિ થવી એ જ ઉદાસીનતા છે, એ તીર્થકરમાં હોય છે. આ રીતે કમળતા (કરુણા), તીણતા અને ઉદાસીનતા એ ત્રણે એક સ્થાનકે એકીવખતે રહે છે. હવે આપણે બીજી ત્રિભંગીઓ વિચારીએ. (૪) શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ચથતા સંગે રે; યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગે રે. શીતળ૦ ૫ અર્થ—શક્તિ એટલે પિતાનું સામર્થ્ય, વ્યક્તિ તે તે બતાવવાપણું અને તેની સાથે ત્રિભુવનની–સ્વર્ગ મૃત્યુ અને પાતાળની-શેઠાઈ–ઉપરીપણું તે; નિર્ચથતા, કાંઈ ગ્રંથિ-ગાંઠ ન હોવા સંબંધે એક સ્થાને કેમ સંભવે ? અને મન-વચન-કાયા ભેગને સાધનાર ભેગી કેવી રીતે હોય? યોગીને વળી ભેગ શા? બોલનાર તથા મનમાં રહેનાર એકસાથે કેમ હોય અને ઉપયોગ વગર ઉપયોગમાં કેમ સંભવે? (૫) ટો–શક્તિ ગુણે કરૂણા, વ્યક્તિ તીણતા અને ત્રિભુવન પ્રભુતાઈ એ ઉદાસીનતા અથવા શક્તિ ૧, વ્યક્તિ ૨, ત્રિભુવનપ્રભુતા ૩-એ ત્રિભંગી. અથવા નિર્ચ થતા ને સંગે એ ત્રિભંગી. અથવા એ ત્રણ ગે નિર્ચથતા છે. યેગી ૧, ભેગી ૨, વક્તા અથવા મૌની ૧, અનુપયેગી ૨, ઉપયોગી ૩-એ પણ કરુણાદિકે અથવા જ્ઞાન, દર્શન અને મૌની સર્વ સરે, - પાઠાંતર–વ્યક્તિ” સ્થાને એક પ્રતમાં “વ્યક્તી’ પાઠ છે. “માની’ સ્થાને એક પ્રતમાં “મોનિ” પાઠ છે; અર્થ એ જ રહે છે. “ઉપયોગે રે’ સ્થાને “ઉપયોગી” પાઠ બે પ્રતમાં છે. (૫) શબ્દાર્થ–શક્તિ = સામર્થાઈ, બળ. વ્યક્તિ = દેખાડે. અને તેની સાથે ત્રિભુવન પ્રભુતા = સ્વર્ગ, મૃત્યુલોક-મત્યલોક અને પાતાળની શેઠાઈ એ નિગ્રંથતા = કાંઈ ન રાખવાપણું સાથે છે. સંયોગે = સંબધે છે. યોગી = મન-વચન-કાયાના વેગને સાધનાર. ભોગી = તે જ વખતે ભોગને ભગવનાર. વક્તા = બોલનાર. મૌની = ચૂપ રહેનાર, અનુપયોગી = ઉપયોગ વગરના. ઉપગે રે = ઉપયોગમાં હોય ત્યારે સત ઉપયોગી છે. (૫) ૩૦
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy