SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩ર] શ્રી આનંદઘન-વીશી –એમ એક ઠામે ત્રિભંગી કરતાં વિરોધ ન આવે. (૪) વિવેચન-એ રીતે પ્રાણીને અભયદાન આપવું એટલે જીવિતવ્યનું દાન આપવું તે ભગવાનમાં રહેલી કરુણા છે. કરુણાનું લક્ષણ જ અભયદાન છે, અને તે પ્રભુમાં હોય છે. કેઈ પણ પ્રાણી પ્રભુ પાસે આવે ત્યારે તેને લાગે કે હું હવે અભય થયે છું. અથવા નિર્ભયતાપ્રાણી કેઈની બીક વિનાને થાય છે—એ ભગવાનમાં રહેલ કરુણા છે. પ્રાણુને જીવિતને ભય સર્વથી વધારે હોય છે, પણ પ્રભુ તે સર્વ પ્રાણાતિપાતથી વિરમેલ હોવાથી તેઓ ખરેખર કરુણાના ભંડાર છે અને તેથી તેઓ પૂજાને સ્થાનકે આવેલા છે અને તેથી તેઓમાં કરુણ સદૈવ જાગતી છે. આ રીતે તેઓ કરુણાસમુદ્ર છે. અને તે તેઓનું લાક્ષણિક ઉપનામ સર્વ પ્રકારે ગ્ય છે. અને ભગવાનમાં તીક્ષ્ણતા ગુણમાં અને ભાવમાં છે. પોતાના સ્વરૂપને બોધ થતાં તેઓ પુદ્ગલ તરફ અરાગી થાય છે. પુદ્ગલના સંબંધથી ક્યારે છૂટું એ વિચાર તેમનામાં અણીદાર–તીક્ષ્ણ હોય છે. પુગલને સંગ દૂર કરવા માટે તેઓ તેના દુશ્મન તરીકે કામ કરે છે. તેઓને વિચારમાં પણ એ જ આવે છે કે આ બધી પીડા પિદુગલિક જ છે અને એ પુદ્ગલને મોટું સ્થાન આપવાથી જ થયેલી છે. હવે પુગલને સંબંધ કેમ એ છે કરવો તેને જ તેઓ રાતદિવસ વિચાર કરે છે. એટલે ખરી રીતે તેઓ પુદ્ગલના દુશ્મન જ છે. આ પુદ્ગલના ભાવની વિચારણા જ તેઓને પુદ્ગલના પાકટ શત્રુ બનાવે છે. પ્રભુ વારંવાર આ પૌગલિક ભાવને અને તે તજવા ગ્ય છે એ વિચાર કર્યા જ કરે છે. એને લઈને એનામાં તીણતા જામી ગયેલી હોય છે. આવી રીતે એક (જીવ)ના તરફ કરુણું અને બીજા (ગલ) તરફ તીક્ષ્ણતા પ્રભુમાં એક જ વખતે રહેલી હોય છે. બંનેનાં પાત્રો જુદાં હોવાથી એ જુદા જ છે, પણ વિરોધને આભાસ કરાવે છે. આ રીતે પ્રભુમાં પુદ્ગલ તરફની દુશ્મનાઈ ભાવમાં છે. અને કેઈ પ્રકારની પ્રેરણાને અભાવે પ્રભુમાં એક પ્રકારની ઉદાસીનતા હોય છે. પ્રાણી કર્મને વશ છે, ખાટકી હોય ને અને મારે તે તેને ભારે પડશે, સ્ત્રીઓ કે પુરુષે નિંદા કરે, તેના ભારે કમ પણથી પ્રભુ ઉદાસીન થઈ જાય, તેના તરફ બેદરકાર થઈ જાય, એ ઉદાસીનતા છે. ઉદાસીનતા કુદરતી છે અને પ્રેરણા વિના થાય છે. આપણને અમુક વેપાર કે નોકરી કરાવે તે સર્વ આ પ્રેરણા ઉપર આધાર રાખે છે અને દુનિયાના ઘણાખરા ભાવને પ્રેરણા ઉપર આધાર છે. પ્રભુ તે આ દુનિયાનું સર્વ સ્વરૂપ જાણે છે એટલે એમનામાં પ્રેરક તત્વ જ હોતું નથી. અને આ પદાર્થ પિતાને ગમે છે, પેલે પદાર્થ ગમતું નથી એવા પ્રકારની પ્રેરણા પ્રભુમાં હોતી નથી. પ્રેરણા એ કિયાનું આગામી સ્વરૂપ છે. તેથી પ્રભુમાં કરુણ અને તીક્ષ્ણતા સાથે જ બેદરકારીરૂપ ઉદાસીનતા હોય છે. આ ત્રણે એક સ્થાને એકીવખતે પ્રભુમાં જ મળી આવે છે. આ પ્રમાણે એ ત્રણે વસ્તુ એક ઠામે એકીવખતે હોય તેમાં જે આશ્ચર્ય થયું હતું તે વિરોધ માત્ર દેખાવમાં જ હતો. આવી રીતે દેખીતે વિરોધ શમી જાય છે, નહિવત્ થઈ જાય છે અને બધી વાત સ્પષ્ટ થઈ જાય છે. પ્રેરણા કરીને જ્યારે કામ થાય ત્યારે એક જાતની
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy