SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૧૪ શ્રી આનંદઘન-ચોવીશી યોગને એકાગ્ર કરવા, તે રૂપ પણ પ્રણિધાનત્રિક કહેવાય છે. દેવગુરુ પાસે જતાં, ખાસ સાચવવા યોગ્ય મર્યાદા જાળવવી જોઈએ તે સાચવવાની પાંચ મર્યાદાઓને પાંચ અધિગમ કહેવામાં આવે છે. એ પાંચે અધિગમ સહ કોઈને સામાન્ય (એકસરખા) સાચવવાનું ફરમાન છે. (ચૈત્યવંદનભાષ્ય અનુસારે) તે પાંચે અધિગમ નીચે પ્રમાણે છે : (૧) આપણા નિમિત્તે રાખેલાં ખાનપાન, આપણું ભેગમાં લેવા ધારેલી સચિત્ત વસ્તુઓ વગેરે સાથે લઈ અંદર પેસવું નહિ, એટલે દેવગુરુ પાસે જતાં સર્વ સચેત વસ્તુઓ અંદર ન લઈ જવી. (૨) વસ્ત્ર, અલંકાર પ્રમુખ અચિત્ત વસ્તુઓ ખુશીથી સાથે રાખવી. એ બીજો અધિગમ છે. (૩) મનમાં કશે વિક્ષેપ સંકલ્પવિકલ્પ ન રાખતાં જે કાંઈ મનમાં સંકલ્પવિકલ્પ થતા હોય તેને શમાવી દઈ એકાગ્ર ચિત્તે દેવગુરુ પાસે અંદર પ્રવેશ કરે. (૪) એક અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ કરવું, જેને જોઈની પેઠે રાખી, વંદન કરતી વખતે તેના છેડા વડે ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન કરવું, તેમ જ તે ઉત્તરાસંગને પૂજા કે સ્તુતિ કરતી વખતે મુખ આગળ ધરી રાખવું. (૫) ગમે તેટલે દૂરથી પ્રભુ દષ્ટિએ પડે કે તરત જ બે હાથ જોડી, મસ્તક નમાવવારૂપ અંજલિબદ્ધ નમસ્કાર કરે. આ પાંચ પ્રકારના અધિગમ (rules of decent approach ) સર્વને સામાન્ય પ્રકારે દેવગર પાસે જતાં જાળવવા યોગ્ય મર્યાદા છે. એ પાંચે અધિગમ અગ્રદ્વારમાં પેસતી વખતે સાચવવાં એવી શાસ્ત્રકારની મર્યાદા છે. પ્રથમ દેરાસરમાં જતાં પહેલાં અથવા ગુરુ સન્મુખ જતાં પહેલાં એકાગ્ર ચિત્તવાળા થવું એટલે મનને કોઈ પણ જાતના વિચારમાં ન જવા દેતાં પૂજા કરવાના એક નિશ્ચયથી દેવ-ગુરુ પાસે એકાગ્ર ચિત્તે જવું : આ પૂજા કરવાની પ્રથમ શરત છે એ ધ્યાનમાં રાખવું. આ પ્રમાણે દ્રવ્યથી અને ભાવથી પવિત્ર થઈને દેરાસરે જવું. શ્રી સુવિધિ અથવા કોઈ પણ ભગવાન, જે મોક્ષે ગયેલા છે, તેની આવી રીતે પવિત્ર થઈ નિર્મળ થઈ પૂજા કરવી. હવે તે પૂજાના પ્રકારે આગલી ગાથામાં બતાવશે. (૨) કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધૂપ દીપ મન સાખી રે; અંગપૂજા પણ ભેદ સુણી ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુવિધિ. ૩ પાઠાંતર–એક પ્રતમાં કુસુમ આગળ ૧, અક્ષત આગળ ૨, અને વર સુગંધી આગળ ૩, એવા અક્ષરો મુકેલા છે. બીજી પ્રતમાં એવા અક્ષર નથી “અક્ષત” સ્થાને એક પ્રતમાં “અધ્યત’ શબ્દ છે; બીજી પ્રતમાં અક્ષર ” પાઠ છે. ધૂપ” પછી એક પ્રતમાં ૪. અક્ષર મૂકે છે. “દીપ’ પછી એક પ્રતમાં પ અક્ષર મૂક્યો છે. સાખી ને બદલે બન્ને પ્રતમાં સાથી” શબ્દ છે; એક પ્રતમાં “સાષિ” એવો પાઠ છે. અંગપૂજાને આખો પાઠ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy