SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન [ ૨૧૩ કહેવામાં આવે છે. ભાવપૂજામાં ગીત, સંગીત અને એકાગ્ર કરીને પરમાત્મપદનું ધ્યાન થાય છે. આમાં સ્તવનાદિનો સમાવેશ થાય છે. આ રીતે અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા તે પૂજાત્રિક કહેવામાં આવે છે. અથવા પ્રકારોતરે વિનઉપશામિની, અભ્યદયસાધિની અને નિવૃત્તિદાયિની એમ પણ પૂજા ત્રિક ગણાય છે. (૫) અવસ્થાત્રિક–પિંડ, પદસ્થ અને રૂપાતીત. તીર્થકર કેવળજ્ઞાન પામે, તે અગાઉની તેમની છદ્મસ્થ અવસ્થાને પિંડસ્થ અવસ્થા કહેવામાં આવે છે. પદસ્થ અવસ્થા તે ભગવાન સર્વજ્ઞ, સર્વદશી થાય તે પછીની અવસ્થા. આ પદસ્થદશામાં સમવસરણમાં ઉપદેશ દેવાના સર્વ કામને પણ સમાવેશ થાય છે. અને રૂપાતીત અવસ્થા તે સર્વ કર્મ થી મુક્ત થઈ ભગવાન સિદ્ધ થાય તે દશા. હુવણ અને અર્ચન કરતી વખતે પ્રભુની છઘર અવસ્થા ભાવવી. અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ તથા છત્ર ચામરાદિ અષ્ટ પ્રાતિહાર્ય પ્રભુને કેવળજ્ઞાન થયા પછીની પદસ્થ અવસ્થા અને સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા તે ભગવાનની રૂપાતીત અવસ્થા. આ રીતે પિંડ, પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાનું અવસ્થાત્રિક થાય. (૬) ત્રિદિશનિવૃત્તદષ્ટિત્રિક–પ્રભુ સામે જ દષ્ટિ સ્થાપિત કરી ઊર્વ (ઊંચે), અધે અને તીરછું એ ત્રણ દિશા અથવા પિતાની પુંઠ પછાડીની દિશા તેમ જ જમણી અને ડાબી દિશા એ ત્રણ દિશા તરફ દષ્ટિ દેવી નહિ એ ત્રિદિશનિવૃત્તદષ્ટિ એ છઠું ત્રિક થયું. (૭) ભૂમિપ્રમાજનવિક–પ્રભુને પંચાંગ પ્રણામ કરતી વખતે કે ચૈત્યવંદન કરતી વખતે ત્રણ વખત ભૂમિશુદ્ધિ કરવી તે. સાધુ રજોહરણ વડે અને ગૃહસ્થ ઉત્તરાસંગ વડે ત્રણ વખત ભૂમિમાર્જન કરે એ સાતમું પ્રમાર્જનત્રિક. (૮) આલંબનવિક–પ્રભુ પાસે ચૈત્યવંદન કરતાં જે સૂત્રાદિક બેલવામાં આવે તેના અક્ષરે જે હસ્વ કે દીર્ઘ હોય છે તેવી રીતે ન્યૂનાધિકરહિતપણે તેનાં પદ, સંપદા પ્રમુખનું લક્ષ્ય રાખીને બેલવા તે વર્ણાલંબન. તે વર્ષો બોલતાં તેના અર્થનું હૃદયમાં ચિંતવન કરવું તે અર્થાલંબન. અને તે સાથે પ્રભુની પ્રતિમાનું ઉત્તમ આલંબન લેવું તે પ્રતિમાલંબન. આ રીતે વર્ણાલંબન, અર્થાલંબન અને પ્રતિમાલંબન નામનું આલબનત્રિક થાય છે. (૯) કાત્રિક-હાથની દશે આંગળીઓને માંહોમાંહે આંતરી કમળના છેડા પેઠે બને હાથ રાખી બંને હાથની કેણીએ પેટ ઉપર સ્થાપવાથી જેગમુદ્રા થાય છે. પગના બે આગળના ભાગમાં ચાર આંગળનું અંતર રાખવું અને તેથી કાંઈક ન્યૂન અંતર પાછળના ભાગમાં રાખી ઊભા રહેવું તે બીજી જિનમુદ્રા. હાથની આંગળીઓને આંતર્યા વગર બન્ને હાથ પહોળા રાખીને લલાટ સ્થળે રથાપવા તેને ત્રીજી મુક્તાશુક્તિમુદ્રા કહેવાય છે. આ રીતે જોગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા એમ નવમું મુદ્રાઝિક થાય છે. (૧૦) પ્રણિધાનવિક–જાવંતી ચેઈઆઈ, જાવંત કેવિ સાહુ અને જ્યવિયરાય (આભવમખંડા પર્યત) એ ત્રણે પ્રણિધાન ત્રિકના નામથી ઓળખાય છે. અથવા મન-વચન-કાયાના
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy