SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ : શ્રી સુવિધિનાથ જિન સ્તવન [ ૨૦૯ કરવી. આ ભાવપૂજા કરવાથી આદ્યશને પહોંચી જવાય છે અથવા તે માગે ઘણી પ્રગતિ થાય છે, એ હમેશાં યાદ રાખવું. અને દ્રવ્યપૂજાનું મહત્ત્વ પણ ભાવપૂજાના અધિકારી થવા માટે છે. તેથી દ્રવ્યપૂજા સાથે ભાવપૂજા કરવી અને તે બનતી સારી રીતે કરવી તે આદશ છે. એકલી દ્રવ્યપૂજા અધૂરી છે, અને માત્ર સારી ગતિ અપાવનાર થાય છે. એટલા માટે આ કાળમાં ભાવપૂજા ઉપર અને તેટલે ભાર મૂકવામાં આવ્યા છે. આદશને પહોંચવાના આ માર્ગ છે અને તે સાચા શુદ્ધ માગ છે એમ વિચારવું. આ કાળમાં તે દેરાસરે જવાની વાત પણ ઘણા ભાઈઓને જરૂરી લાગતી નથી. દન કરવાની જે મુશ્કેલી આગળના સ્તવનની અંદર બતાવવામાં આવી તે ઊભી જ રહે છે. નવયુગના માણસોએ જાણવું જોઇએ કે મહામુશ્કેલીએ મળે એવી આ સગવડો અત્યારે મળી છે, માટે તેના લાભ ઉઠાવવા જોઇએ. અને યાદ રાખવું કે અત્યારના સંબંધ તે ટૂંકા વખતના છે અને અચાક્કસ છે. આવા જીવનમાં અનેક ખટપટો, રાજદ્વારી રમત રમવી, તે કતવ્ય નથી, પણ પેાતાની જાતનું બને તેટલું સુધારી લેવું, અક્ષય સુખ પ્રાપ્ત કરવા અન પ્રયાસ કરવે। અને આ જીવન વગેરે મળેલી સામગ્રીએના પૂરતો લાભ લેવા એ જ જરૂરી છે. માટે દ્રવ્ય-ભાવપૂજા કરવી અને પ્રતિપત્તિપૂજા કરવાની ભાવના રાખવી એ જ કન્ય છે, એમ સમજી દેરાસરે તે જરૂર જવું અને દ્રવ્યપૂજાને! તથા ભાવપૂજાના એકસરખા લાભ લેવા. આટલી પ્રસ્તાવના સાથે આપણે હવે આ સ્તવનને સમજવાના પ્રયત્ન કરીએ અને પ્રભુદશનના સાચા લાભ ઉઠાવી, આગળ વધી નિરંતરનું સુખ પ્રાપ્ત કરવા ઉદ્યમવત થઇએ. સ્તવન (રાગ--કેદારા; એમ ધન્નો ધણીને પરચાવે-એ દેશી) સુવિધિ જિનેસર પાય નમીને, શુભ કરણી એમ અતિ ઘણા ઊલટ અંગ ધરીને, પ્રહ ઊઠી કીજે રે; પૂજે રે. સુવિધિ॰ ૧ ' 9 પાઠાંતર્— જિણેસર ’ સ્થાને પ્રતમાં “ જિનેસર ’ શબ્દ છે; અ ફરતા નથી. ‘ પાય ’ સ્થાને પ્રતમાં · પાદ છે; અથ એક જ રહે છે. ‘ એમ ' તે સ્થાને પ્રતમાં ‘ હમ ’ છે; અથ ફરતા નથી. ‘ ઊલટ ’ સ્થાને પ્રતમાં ‘ ઉલટ પાડે છે ‘ અતિધણા ’ સ્થાને પ્રતમાં ‘ અતિગુણ ' પાડે છે છે; ધણાગુણા એવા એના અથ થાય છે. ‘ પૂછજે રે ’ સ્થાને ‘પૂજે રે ' એવા પાઠ પ્રતમાં છે; એ જૂની ગુજરાતી છે. ‘ શુભ ’ સ્થાને ‘સુભ ’ પાડે એક પ્રતમાં છે; અં એ જ છે. પૂજે રે ’ સ્થાને એક પ્રતમાં ‘ પૂજા રચીજે રે’ એવા પાઠ છે; અર્થાંમાં ફેર નથી. (૧) શબ્દા ——સુવિધિ = સુવિધિ નામના નવમા તીર્થંકર. જિજ્ઞેસર = ભગવાનને. પાય = પગને. નમીતે = વાંદીને, પૂજીને, શુભ કરણી = સારી ક્રિયા, જે ક્રિયા કરવાથી સારો બંધ અને સારી ગતિ થાય તે. એમ = આ પ્રકારે, હવે પછી કહેવાય છે તે રીતે. જીજે= કરવી અતિ = ખૂબ ધણેા = પુષ્કળ ઉલટ = હેાંસ. અંગ ધરીને = મનમાં લાવીને, શરીરે પુલકિત થઇ ને. પ્રહ = સવારના પહેારમાં. પૂછજે – પૂજવા, સેવા કરવી, આરાધના કરવી. (૧) = २७
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy