SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સુવિધિનાથ જિન સ્તવન સંબંધ–ઘણું મુશ્કેલ છતાં, અનંત ભવે આ સંસારચક્રમાં ફરતાં ફરતાં, પ્રભુનું દર્શન તે, આગલા સ્તવનમાં બતાવ્યા પ્રમાણે થઈ ગયું. પંચેન્દ્રિયપણું મળ્યું, મનુષ્ય જન્મ મળે, દેવગુરુની જોગવાઈ થઈ, સારે ધર્મ મળે, સારું ક્ષેત્ર મળ્યું અને ધર્મશ્રદ્ધા પણ સારી રીતે થઈ. આ બધી ચીજો મળવી મુશ્કેલ છે તે તે નદીગળપાષાણ ન્યાયે મળી ગઈ અને વળી, નીરોગતા મળી, પ્રભુની ઓળખાણ પણ મુશ્કેલ છે, તે થઈ ? એમ પ્રત્યેક મુશ્કેલી મારી દૂર થઈ. હવે પ્રભુની પૂજા કરવાની છે તે કેવી રીતે અને કેવે પ્રકારે કરવી જોઈએ, તેને ભાવ આ નવમા સ્તવનમાં આવે છે. આ મુશ્કેલીઓ માટે શાસ્ત્રકાર દશ દષ્ટાંત આપે છે. એ દશ દાખલાએ આ મનુષ્યભવાદિ સામગ્રી મળવી અત્યંત મુશ્કેલ છે. આપણે એ દશ દષ્ટાંતની બાબતને ઉલ્લેખ આગલા સ્તવનમાં કરી ગયા. એ દશ દેખાતે “સિંદૂરપ્રકર' ગ્રંથની શરૂઆતમાં “પ્રકરણરત્નાકર” ભાગ પહેલામાં આપવામાં આવ્યાં છે. આવી રીતે આપણને મુશ્કેલીઓ મળતી ચીજે મળી ગઈ તે જેમ તેમ વેડફી નાખવા જેવી ચીજો નથી, પણ જો આ ભવને સફળ કરે હોય તે અતિ મુશ્કેલીએ મળેલ અત્યારની સગવડને ખરેખર ઉપયોગ કરી લેવું જોઈએ. - એ ઉપગની બાબતમાં બહુ સંભાળ રાખી પ્રભુની પૂજા કરવી અને તે પૂજા કરતાં પ્રભુને આદર્શ સ્થાને રાખવા. આદર્શ એટલે ભાવનામય મૂર્તિ. આપણે જેવા થવું હોય તેને આદર્શ રખાય; તેના જેવા થવાના નિર્ણયને વળગી રહેવાય. અત્યારે જે પૌગલિક વાતાવરણના આનંદમાં આપણે મચ્યા રહીએ છીએ તેને બદલે આ જન્મમરણના ફેરા મટી જાય અને નિરંતરના અવ્યા બાધ સુખમાં આપણે મગ્ન થઈ રહીએ, એવી સ્થિતિ આપણે પિતે જ નીપજાવી શકીએ; કારણ કે આ સંસારના સર્વ સંબંધો તે સ્વાર્થ ઉપર રચાયેલા છે અને છેડે વખત ટકનાર છે. તેને બદલે પ્રભુ-ભગવાનની પેઠે સ્થાયી સુખ મેળવવું હોય તે ભગવાનને જ આદર્શ સ્થાને રાખી તેમના જેવા થઈ જવાને આદર્શ રાખવો અને તે દિશાએ બને તેટલા પ્રયત્ન કરી નિરંતરનું સુખ પ્રાપ્ત કરવું. પૂજાના અનેક પ્રકાર છે. પ્રથમ બે પ્રકાર ખાસ વિચારવા યોગ્ય છે. તે આ રહ્યા : દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજામાં અનેક સારી સારી ઊંચી વસ્તુઓ વડે પ્રભુની પ્રથમ પૂજા કરવી, તેના અનેક પ્રકાર આ સ્તવનમાં કહેવામાં આવશે તે વિચારવાનું અને સાથે હમેશ ધ્યાનમાં રાખવું કે દ્રવ્ય તે ભાવનું નિમિત્ત છે. ભાવપૂજા ઉત્તમ પ્રકારે થાય તે આશયને બરાબર લક્ષ્યમાં રાખે અને એકલી દ્રવ્યપૂજા કરતાં તેને ઇતિકર્તવ્યતા ન માનવી; પણ ભાવપૂજા બહુ જ જરૂરી છે, ઉપયોગી છે અને આદર્શને પહોંચી વળે તેવી છે, તે ધ્યાનમાં રાખીને ભાવપૂજા વધારે સારી રીતે
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy