SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮] શ્રી આનંદઘન-વીશી હોવાથી તેઓ તીર્થકરના નામને તદ્દન એગ્ય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરવી એ ધર્મ પ્રવૃત્તિનું પ્રથમ પગલું છે અને ત્રિપદી લઈ ગણધરે સૂત્ર રચે તે બીજું પગલું છે. આવું તીર્થ શ્રી સુપાર્શ્વનાથે સ્થાપેલું હોઈ, તેઓ તીર્થકર નામને સાર્થક કરે છે. શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શુદ્ધ ચૈતન્યવાન હોવાથી તેઓ તિસ્વરૂપ છે. અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાન “અસમાન” છે. આ દુનિયામાં એવી કોઈ ચીજ નથી, એવું કઈ પ્રાણી નથી, જેની સરખામણી તેમની સાથે થઈ શકે. તેઓ તેના જેવા છે એવું કહી શકાય તેમ નથી. તેઓની ઉપમાને યોગ્ય કઈ વસ્તુ કે પદાર્થ કે પ્રાણી નથી. તેથી આ અસમાનને વાંદો, પૂજે, નમે. (૩) અલખ નિરંજન વચ્છલુ, સકળ જતુ વિસરામ, લલના; અભયદાન-દાતા સદા, પૂરણ આતમરામ, લલના. શ્રી સુપાસ. ૪ અથ—અને સમજી શકાય તેવા, જાણ્યા જાય તેવા ન હોવાથી અલક્ષ્ય છે, અને લેપ વગરના હોવાથી જાતે નિરંજન છે. તેઓ સર્વ પ્રાણીનું હિત કરનાર હોવાથી વત્સલ છે અને સર્વ પ્રાણીઓને આરામરથાન હોવાથી તેઓ સર્વના વિશ્રામ છે અને તેઓ હમેશાં અભયદાનને દેવાવાળા હોવાથી અભયદાની કહેવાય છે. અને તેઓ આત્મામાં આરામ પામતા હોવાથી સંપૂર્ણ આત્મારામ છે. (૪) ટબે-અલક્ષ્ય એટલે કે ઈ સંસારીએ ક ન જાય તેવા છે. નિરંજન કર્મરૂપ અંજન -લેપન નથી, એટલે સર્વ પ્રાણીને વાત્સલ્ય-હિતકારક, સર્વત્ર સ્થાવર જતુ કહેતાં જીવના આધારવિશ્રામભૂત છે. સદેવ-નિરંતર અભયદાનના દાતા છે, દાયક છે. આત્માના ગુણ તેણે કરી પૂર્ણ -ભર્યો આત્મારામ છે. (૪) વિવેચન–અને બીજું પણ પ્રભુનાં અભિધાનો અનેક છે. તેઓ મગજમાં સમજી શકાતા નથી, અક્ષરથી લખી શકાતા નથી અને ઉપમાને યોગ્ય નથી તેથી અલક્ષ્ય નામે ઓળખાય છે. દુનિયાનો કઈ પ્રાણી તેમને જાણી, સમજી, લખી શક્યો નથી તેથી તેમનું અલક્ષ્ય નામ અપાય છે તે સાર્થક છે. તેઓનું એક વધારે નામ “નિરંજન” છે. કર્મનો કોઈ પણ પ્રકારનો લેપ નથી. કર્મનું તેમના સંબંધમાં એક પણ પડ આવેલું નથી, તેથી તેઓ નિરંજન નામને યોગ્ય છે. અથવા અંજન એટલે આંજણ. તેઓમાં કઈ પણ પ્રકારની કર્મની મશ-મશી ન પાઠાંતર–“વચ્છલું સ્થાને એક પ્રતમાં “વછલુ પાઠ છે. અર્થ તે જ છે. “આતમરામ’ સ્થાને એક પ્રતમાં આતમ શબ્દ છે. (૪) | શબ્દાર્થ—અલખ = સંસારી છવથી જેની કલ્પના ન થઈ શકે તેવા. નિરંજન = જેમને કમને અંજન એટલે લેપ નથી તેવા. વછલું = અનેક પ્રાણીઓનું હિત કરનાર. સકળ જતુ વિસરામ = સર્વ પ્રાણીઓના આશરા, સવ પ્રાણીઓને ઊંચામાં ઊંચી સત્તા પામવાના સ્થાનકે અને તેમના વિશ્રામસ્થાન. અભયદાનદાતા = બીકથી બચાવનાર, આશ્રિતને અભયદાન આપનારા. સદા = હમેશાં. પૂરણ = સંપૂર્ણપણું પામેલા. આતમરામ = આત્મામાં રહેલા. (૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy