SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬] શ્રી આનંદઘન-ચોવીશી રાખવી. ૪. અકસ્માતભય : એટલે રસ્તે ચાલીશ ત્યાં મોટર કે ઘેડાગાડીની ભીંસમાં આવી જઈશ કે નહિ તે જાતની અકસમાત થયા પહેલાં બીક રાખવી તે, પોતાને કઈ અકસ્માત થશે એવો ભય. ૫. આજીવિકાભય : મારું ભરણપોષણ થશે કે નહિ, મને આજે ખાવાનું મળશે કે મારે આજે નકોરડા થશે તેવી બીક રાખવી તે. ૬. અપયશભય : કેમાં મારે માટે કેવું લાગે તેની ચિંતા અથવા આ કામથી જરૂર ખરાબ બેલાશે અને પિતાનું નામ બગડશે, એવો ભય રાખે છે. ૭. મરણુભય: પિતે મરી જશે ત્યારે આ નાનાં બચ્ચાંઓનું શું થશે, તેમનું કણ પૂરું કરશે તે જાતની બીક અથવા મરવાની જ બીક. મરવું જરૂર છે, પણ આ જીવને જવું ગમતું નથી અને અમુક કૃત્યથી પિતાનું મરણ થશે એવી આગાહી કરવી અને તે વાતની બીક મનમાં ધારણ કરવી તે ભય. આવા સાત પ્રકારના ભને ટાળનાર પ્રભુ છે એટલે પ્રભુનું જે ધ્યાન કરે તેને આ સાત પ્રકારમાંથી કઈ ભય ન થાય અથવા, એક વિદ્વાનના કહેવા પ્રમાણે, કામ કોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ અને મિથ્યાત્વ કૃત ભને ટાળનાર પ્રભુ છે. એ બીજી રીતે ભય ગણવા તે પણ ઉચિતાર્થ છે. પ્રભુ એવા કેઈ પણ પ્રકારના ભયને દૂર કરનાર છે. આ સાતમા પ્રભુ એ ભયને અટકાવનાર અને કદાચ કોઈ કારણે ભય થઈ જાય તો તેને દૂર કરનાર છે. માટે આવા મેટા ભલેને અટકાવનાર કે દૂર કરનાર હોય તેની સેવના સાવધાન મનથી કરવાની આપણી ફરજ છે. દુનિયાદારીને નિયમ છે કે જે રાજા આપણો બચાવ કરે તેની સેવા-ચાકરી ઊઠાવવી, તેને યોગ્ય સન્માન આપવું, તે આ પ્રભુ તે સાત પ્રકારના મોટા ભયને ટાળનાર હોવાથી તે આપણી સેવાને પાત્ર છે. આવા શાંત સુધારસના દરિયાને અને ભવસાગરના પુલને આરાધ્ય ગણી તેનું ધ્યાન કરવું અને તેમનામાં એકાગ્રતા રાખવી એ આપણું કર્તવ્ય છે. (૨) શિવ શંકર જગદીશ્વર, ચિદાનંદ ભગવાન, લલના; જિન અરિહા તિર્થંકરુ, જયોતિ સ્વરૂપ અસમાન, લલના. શ્રી સુપાસ. ૩ પાઠાંતર–શંકર' સ્થાને એક પ્રતમાં “સંકર ” પાઠ છે, અર્થ એને એ જ રહે છે. “જગદીશ્વર' સ્થાને એક પ્રતમાં “જગદીસરૂ” પાઠ છે; અર્થમાં ફેર નથી. “ અરિહા’ સ્થાને “અરિહંત' શબ્દ એક પ્રતમાં મૂક્યો છે; અર્થ ફરતો નથી “અસમાન” સ્થાને “સમાન” પાઠ એક હસ્તલિખિત પ્રતમાં છે. બીજી પ્રતમાં પણ “સમાન” પાઠ છે. એક પ્રતમાં ત્રીજા પાદની શરૂઆતમાં શ્રી શબ્દ છે. (૩) શબ્દાર્થ –શિવ = ત્રિમૂર્તિમાંના એક, પીડા નિવારક. શંકર = સુખકારી; “શું” એટલે સુખ, તેને કરનાર, જગદીશ્વર = જગતના ઈશ્વર, સ્વામી, જગત ઉપર સત્તા ચલાવનાર; પરોપકારી, પારકા ઉપર ઉપકાર કરનાર. ચિદાનંદ = જ્ઞાનાનંદરૂપ, જ્ઞાનમાહાત્મ્ય, યશવીય વૈરાગ્યવંત. ભગવાન = એશ્વર્યવાન, સત્તાવાળા. જિન = રાગ, દેષ, મોહાદિ શત્રુને જીતનાર અરિહા = અરિહંત, કમરૂપ શત્રુને હણનારા છે માટે. તિર્થંકરું = તીર્થના પ્રવર્તાવનારા, તીર્થકર. ભગવાન પોતે તીર્થ સ્થાપે છે, ચાર પ્રકારને સંધ સ્થાપનાર, જયોતિસ્વરૂપ શુભ ચૈતન્ય૨૫: તેજસ્વરૂપી. અસમાન = જેમની સરખામણી કઈ સાથે ન થઈ શકે તેવા; તેમના સરખી કોઈ દુન્યવી વસ્તુ ન હોવાથી અસમાન; તેમના જેવા કેઈ નથી. (૩)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy