SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦] શ્રી આનંદઘન-વીશી નાશ પામે છે અને સિદ્ધના જીવનમાં તીર્થકર કે સામાન્ય કેવળીનો જરા પણ તફાવત રહે નથી. પછી તે પ્રભુ અને આ જીવ એસ્વરૂપે થઈ જાય છે અને આવા પ્રભુમય થવાને માટે યોગ્ય પ્રયત્ન કરવાની આ જીવને તમન્ના થયેલી છે. આસને દૂર કરવાથી અને સંવરને સ્વીકાર કરવાથી અંતે આ પડેલે આંતર દૂર કરવો એ પ્રાણીને પિતાના પ્રયત્નની જ વાત છે અને તેથી એને આશા બંધાણી છે કે એ આંતરે ભાંગી જશે, અને એક દિવસ પિતે પ્રભુ જેવો જ થઈ પ્રભુ પાસે પહોંચી જશે. માણસને જ્યારે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે ત્યારે તે વાજા વગડાવે એ દુનિયાદારીનો નિયમ છે. આ નિયમને અનુસરી એ કહે છે કે જ્યારે પિતાને અને ભગવાનને આંતરે ભાંગી જશે ત્યારે આનંદનાં વાજા વાગશે. અને તે પ્રસંગ આવશે ત્યારે આ ચેતન આનંદ સરોવરમાં ખૂબ મહાલશે, એ સરવરરૂપ જીવ પણ તેને રસાસ્વાદ કરશે અને રસમાં પિતે લહેર માણશે, તે રસથી પિતે ભરાઈ જશે. આ સુદિન જલદી આવે તે સારું, એમ પ્રાણીની ઈચ્છા છે અને તે વાત પિતાના હાથમાં છે એમ જાણતાં આ પ્રાણી તે જલદી મેળવવા અને પ્રભુ સાથે પડેલ આંતર ભાંગી નાખવા તત્પર થઈ ગયેલ છે. (૬) ઉપસંહાર આ સ્તવનની શરૂઆતમાં તેના કર્તાએ એક ઘણે અગત્યને પ્રશ્ન ઊઠાવ્ય : પ્રભુ ! મારી અને તમારી વચ્ચે આટલું છેટું કેમ પડ્યું ? હવે એ આંતર કેમ ભાંગે?—આવી રીતે ઊઠેલ સવાલનું નિરાકરણ આ આત્માએ શેધતાં એને માલુમ પડ્યું કે પિતાને જે પરની સાથે સંબંધ થયે છે તે જે કાઢી નાખવામાં આવે તે પડેલ આંતરે તૂટી જાય અને પ્રભુ જે સ્થાનકે ગયા છે તે સ્થાનકે પહોંચી આંતરે દૂર કરી શકાય. ઘણી તપાસને પરિણામે આ પર સાથેનો સંબંધ એ આંતર પડી જવાનું કારણ છે એમ આ પ્રાણીને શોધતાં શોધતાં લાગી ગયું. એટલે આંતર દર કેમ થાય તેના માર્ગો તેણે શોધવા માંડ્યા. આ કારણ કમની સાથે લાગે વળગે છે એમ આ પ્રાણીને કર્મના વિપાકથી જણાયું. એ કારણ દૂર થાય તે સંસાર મટી જાય અને પોતે પણ ક્ષે પહોંચી જાય અને પ્રભુ સાથે જે છેટું પડ્યું છે તે દૂર થઈ જાય. ઊઠેલા પ્રશ્નનો આ નિકાલ છે એમ આ પ્રાણીને કમને વિપાક વિચારતાં માલૂમ પડ્યું અને તે બાબતમાં બીજા પુસ્તકકારની શહાદત પણ મળી. એને શરૂઆતમાં જે પ્રશ્ન ઊડ્યો હતો તેને નિકાલ આવી રીતે થતાં પિતે મિક્ષસ્થાનકે જરૂર એક વખત પ્રબળ પ્રયને પહોંચી જશે અને આવડે માટે આંતરે ભાંગી નાખશે અને એક વાર વિજયડંકા વાગશે અને આનંદરસનાં પૂર પોતે વહાવશે એવી ખાતરી થતાં એ રીતે જ કામ લેવાને આ રસિક જીવને-સંસારમાં રચેલપચેલ પ્રાણી-પ્રબળ નિશ્ચય થાય છે અને પિતાને વિજયનાદ ક્યારે સંભળાય અને પિતે આનંદના રસમાં ક્યારે ડૂબી જાય એ વિચારમાં તે પડ્યો છે. આપણે પણ એ વિચારણા સાથે ભળી જઈએ અને વિજયડંકા વગડાવવાની આશા સેવીએ.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy