SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ : શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન તુજ મુજ અંતર અંતર ભાજસે રે, વાજસે મગળ તૂર; જીવ-સરોવર અતિશય વાધશે રે, ‘આનંદધન ’રસપૂર. પદ્મપ્રભ૦ ૬ [ ૧૯૯ અ—મારું અને તમારું આંતરુ' અંતે ભાંગી જશે, મારું અંતર તે આંતરાને કાપી નાંખશે, મ'ગળ વાજા વાગશે અને તે વખતે આત્મારૂપ સરોવર ખૂબ પ્રસન્ન થશે. તે વખતે આનંદના સમૂહ અને તે રૂપ રસ, તેનું પૂર આવશે, પાણી વધશે, ભરતી થશે અને તે રસમાં હું' રસોાળ થઇશ. (૬) ટા—એ રીતે જે વારે, જે સમયે તમારે મારે અ'તર ભાજશે, ધ્યાતા—ધ્યાન–ધ્યેય એકભાવ થશે તે વારે નિર્વિઘ્ન મ’ગલિકનાં વાજા વાગશે, તે વારે જીવસરોવર-આત્મામાનસરોવર-ના અતિશય ગુણુ વાધશે, પરમ આનંદરૂપ ઘન મેઘ તેના રસરૂપ પ્રગટશે એટલે છઠ્ઠા પ્રભુનું સ્તવન થયું. વિવેચન—પ્રભુ! હું હાંસ રાખું છું અને આશા ધરું છુ કે મારી અને તમારી વચ્ચે જે આંતર પડ્યો છે તેનું કારણુ વિચારતાં એ છેટાપણું દૂર થશે એટલે કવિપાકનું જે કારણ છે તે આસ્રવે અને સંવો મારે આધીન હોઈ અંતે તે કારણ હું દૂર કરી શકીશ અને હું આશા રાખું છું કે તમારી અને મારી વચ્ચે જે આંતરો પડી ગયા છે તે અંતે દૂર થઈ જશે. આ આંતો ભાંગવા હું પ્રયત્નશીલ થયા છું, તે કોઈક દિવસ એ આંતરુ જરૂર ભાંગશે. જ્યારે ધ્યાન કરનાર ધ્યાતા, એનું ધ્યેય આપશ્રી પ્રભુ પાતે અને એનું ધ્યાન—તે ત્રણેની એકતા થશે એટલે ધ્યાન કરનાર પ્રભુમય થશે અને તેની અને ધ્યાન કરનાર મારી વચ્ચે જ્યારે એકતા થશે ત્યારે મારી અને તમારી વચ્ચે પડેલ આંતરા દૂર થઇ જશે, અને હું તમારામય થઈ જઈશ. જૈનધર્મીની વિશેષ ખૂખી એ છે કે એના તત્ત્વજ્ઞાન પ્રમાણે યાગ્ય પ્રયત્ન કરવાથી બહિર’ગ આત્મા પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે, અને તેના જન્મ-મરણના ફેરા ટળી જાય છે. તે પરમાત્મરૂપ થઈ જાય એવી એનામાં શક્તિ છે અને મારે તે શક્તિ અજમાવવી છે. આ આત્મિક ગુણ છે અને તે ગુણુકરણે કરીને પ્રાણીને પ્રાપ્ત થાય છે તેથી તેનું અનાદિ સંસારીપણું પાઠાંતર—— ભાંજસે ' તે સ્થાને એક પ્રતમાં ‘ ભાંજસ્યું ' પાઠ છે. ‘ વાજસે ' ને સ્થાને એક પ્રતમાં • વાજત્સ્ય ’ એવા પાડ ભાષાફેરને લીધે છે. ‘ વાધસે ' તે સ્થાને એક પ્રતમાં ‘ વાધસ્યું ’ પાડે છે. પૂર ' ને સ્થાને પ્રતમાં ‘ પુર ' શબ્દ લખ્યા છે. (૬) ' ' " શબ્દા —તુજ મુજ = તમારી અને મારી વચ્ચે, દૂર રહેવાપણું. ભાજસે = ભાંગી જશે, મટી જશે, દૂર થશે. માંગળિક. તુર = વાજા, વાજિંત્રો. વ = ચેતન, આત્મારૂપ તમારા અને મારા. અંતર = આંતરા, છેટાપણું, વાજસે = વાગશે, વાગી ઊઠશે. મંગળ = પવિત્ર, ચેતનસરોવર. સરોવર = પાણી રહે તેવું સાધન, તળાવ. અતિશય = ખૂબ, વધારે. વાધસે = રાજી થશે, વધશે, વાધશે. આનંદધન = આન ંદના સમૂહ, આનંદની જાડાઈ, તેને. રસ = પ્રવાહી. પૂર = ખૂબ વધી જશે. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy