SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬] શ્રી આનંદઘન-વશી અથ–જ્યારે કર્મબંધનું કારણ થાય છે ત્યારે આત્મા કર્મને બંધ કરે છે, અને જ્યારે કારણ મળે ત્યારે કર્મથી મુક્તિ મેળવે છે. જ્યારે આત્મા કર્મબંધન કરે ત્યારે તે કર્મની આવકનું નામ આશ્રવ કહેવાય છે અને કમને આવતાં રોકે ત્યારે તેને સંવર કર્યો એમ અનુક્રમે કહેવાય છે. એટલે કર્મની આવકને આશ્રવ અને નવાં કર્મોની આવકના રેકાણને સંવર કહે છે. આશ્રવ તજવા યોગ્ય છે, સંવર આદરવા યોગ્ય છે, એમ સાંભળવામાં આવે છે. (૪) ટબો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, અપ્રશસ્તાદિ ગ—એ સર્વ કારણને બંધ કરે અથવા એ કારણે બંધને બંધ કહેવાય, એ કારણથી મૂકાણો તે વારે જીવને મુક્ત કહીએ. કારણને અનુક્રમે બંધાય તે આશ્રવ કહેવાય, એહવે કારણે સંવરને રોકવે કરી સંવર થાય. તે આશ્રવ તે હેય – છાંડવા યોગ્ય. ઉપાદેય-આદરવા યોગ્ય તે સંવર. એ રીતે ઘણું આગમમાં સૂણાય વાર્તા. (૪) - વિવેચન–આવા પ્રકારને આત્મા સંસારી કહેવાય છે, તેને હવે મુક્ત થયાના અને સંસારને વિચ્છેદ કરવાના કોડ થયા છે, કારણ કે તેને આ જન્મમરણના અને ભવના ફેરા ટાળવાની ઈચ્છા થઈ છે. કારણને જે સંગ થાય તે તે કર્મના બંધને કરીને બંધાઈ જાય છે. આ જીવ નિમિત્તવાસી છે. જે તેને સારાં સાધનો મળી આવે છે તે બંધનથી મુક્ત થઈ જાય અને સંસારને વધારનાર કારણો મળી આવે છે તે સંસારી રહી સંસારમાં રખડ્યા કરે. એને આ પદ્મપ્રભુ સંબંધી વિચાર આવતાની સાથે જ એ પ્રભુ, જે સંસારમાં હતા અને લગભગ પિતાની જેવા જ હતા, તેમની અને પિતાની વચ્ચે આટલે બધે આંતર કેમ પડી ગયો અને એ છેટું કઈ રીતે ભાંગી નાખવું તેને વિચાર થવાની સાથે તેને માલુમ પડ્યું કે જે પિતે સારાં કારણે મેળવે તે પોતે પ્રયત્ન કરી ભગવાન સાથે પડેલે આંતરે કાપી નાખે. આ કારણના વિષય ઉપર ખૂબ વિચાર કરવા યોગ્ય છે. જે વસ્તુ જેનાથી ઊપજે તે તેનું કારણ. તેને હવે સમજાયું કે કારણો સુધારી દેવામાં આવે તે આ સર્વ ભવની ભાવઠ ભાંગી જાય અને પ્રભુ સાથે પડેલ છેટું છૂટી જાય, અને પિતાને પણ આ સંસારમાં જે એક ખાડામાંથી બીજા ખાડામાં પડવાના પ્રસંગ બને છે તે અટકી જાય. તેનું સર્વ કામ કારણાધીન ચાલે છે. જે તેના કારણે સુધરે તે પ્રભુ સાથે પડેલું આંતરું એક સપાટે તૂટી જાય અને પોતે પ્રભુ જે થઈ જાય. સારી સેબત કરવી, પિતાની યોગ્યતા પ્રમાણે તપ-ત્યાગ કરવો અને મેગ્ય કારણો મેળવવાં એ એના મનમાં નિશ્ચય થઈ ગયું છે. અત્યારે એ શુભ અધ્યવસાયમાં આવી ગયું છે. ભવાટવીમાં રખડપાટો કરતાં મનુષ્યઅવતાર, દેવગુરુની જોગવાઈ, ધર્મ સમજની તેની ઇચ્છા આવો સુંદર અવસર કઈ કઈ વાર જ આવે છે અને તેને લાભ તેણે જરૂર લે જ જોઈએ. કર્મબંધનના માર્ગને આસવ નામ આપવામાં આવે છે. જેનાથી આ પ્રાણી બંધાઈ જાય, બંધન કરે તેનું નામ આસવ. આ આસવ અને સંવર કોનું નામ છે, તે કેવા હોય, તેની વિગત ઉમાસ્વાતિના પ્રશમરતિ ગ્રંથમાં છઠ્ઠા ભાવના અધિકાર આપવામાં આવી છે. ત્યાંની સમજણ પ્રમાણે આસવના બેતાલીશ અને સંવરના સત્તાવન પ્રકાર છે.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy