SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૬: શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન [૧૭૫ ગમન-આગમન કરે છે ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. જ્યાં સુધી કર્મપુદ્ગલ સાથે એ જોડાયેલે–જકડાયેલું રહે છે ત્યાં સુધી એ સંસારી કહેવાય છે, અથવા કર્મનાં વિવિધ પ્રકારનાં ફળ એ જ સંસાર છે અને એ સંસારને છેડો લાવ એ આપણે ઉદ્દેશ છે, શાસ્ત્રને ઉપદેશ છે, અને આપણી સર્વ ક્રિયાનું કેન્દ્ર ત્યાં છે. અહીં સવાલ પ્રભુ સાથે આંતરે પડી ગયા છે તે કેમ મટે એ છે. એથી કર્મ કેવાં છે, અને પ્રાણીને તે સંસારમાં કેવા રખડતા કરે છે તે બરાબર સમજી તે દૂર કરવાના ઉપાયે સેવવાને આપણે ઉઘુક્ત થવાનું છે. એમાં જરા પણ પ્રમાદ ન કરતાં એ કામમાં લાગી જવાની અત્ર સૂચના છે અને એ સૂચનાના અમલીકરણમાં આપણા જીવનનું સાર્થક્ય છે. સોનાને અને માટીને સંબંધ ક્યારે થયે એ જેમ કહી શકાય તેવું નથી, તેમ જ જીવ અને કર્મને અનાદિ કાળથી સંબંધ થયેલ છે. જેમ સેનાને માટી સાથે થયેલે સંબંધ દૂર કરી શકાય છે, અગ્નિ વગેરેના પ્રયોગથી તેનું સુવર્ણવ પ્રકટે છે, તેમ આત્માને સંબંધ કર્મ સાથે અનાદિ કાળથી થયેલ હોય તે પણ દૂર થઈ શકે છે, માટે આ આત્માને ગમે તેટલા કાળથી કર્મ સાથે સંગ થયા હોય તે દૂર કરી શકાય છે અને તે દૂર કરવો તે આપણું કર્તવ્ય છે. જ્યાં સુધી આત્મા અને કર્મ પુદ્ગલને સંબંધ રહે ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. એનું નામ સંસારી છે તે કાઢી નાખી તેને મુક્ત કરવો હોય તે આ પુદ્ગલ સાથે સંબંધ દુર કરવો જ રહ્યો. ત્યારે તેનું નામ સંસારી મટી તે મુક્ત કહેવાશે અને પછી તેની જન્મમરણની અત્યારની રીતિ પણ મટી જશે. (૩) કારણ જેગે હૈ બાંધે બંને રે, કારણ મુગતિ મુકાય; આશ્રવ-સંવર નામ અનુક્રમે રે, હેય-ઉપાદેય સુણાય. પદ્મપ્રભ૦ ૪ પાઠાંતર–પ્રથમ પંક્તિમાં “ગે ને સ્થાને એક પ્રતમાં “યોગે ” પાઠ મૂક્યો છે; અર્થમાં ફેર નથી, બંધ ને સ્થાને બંધમે ' એવો પાઠ એક પ્રતમાં છે. “હા” નામને અક્ષર પ્રથમ પંક્તિમાં છે તે પ્રતમાં મકી દીધો છે. “હેય ' સ્થાને થી પંક્તિમાં “ હે પાઠ છે; અર્થ એક જ લાગે છે. * સણાય” સ્થાને એક પ્રતમાં “સુયાણહ” પાઠ છે; અર્થમાં ફેર નથી. “હેય ઉપાદેય ને સ્થાને એક પ્રતમાં “હેઉપાદેય" લખે છે તે અશુદ્ધ જણાય છે. (૪) શબ્દાર્થ –કારણ = વસ્તુ ઉત્પન્ન થવાનું, મેળવવાનું કારણ જેગે = તે મળી જાય, મળ, મેળવે ત્યારે, સંયોગે બાંધે = બંધ કરે, બંધાય. બંધન = કર્મના બંધનને બાંધે. કારણ = તેને મળતાં કારણ મળે, મેળવે ત્યારે, મગતિ = મોક્ષ, કર્મનું દૂર થવું. મુકાય = મૂકે, કર્મોને દૂર કરે. આશ્રવ = કમની આવક, તળાવનું ગરનાળું. સંવર = કમની આવક સામે બારણાં બંધ કરવાં. નામ = નામે, અભિધાન. અનુક્રમે = એક પછી એક કમની આવક તે આશ્રવ, કર્મ સામે બારણાં બંધ કરવાં તે સંવર. હેય = છોડી દેવા લાયક, ત્યાગ કરવા યોગ્ય. ઉપાય = લેવા, સંધરવા લાયક. આશ્રવ હેય છે, સંવર ઉપાય, સુણય = સાંભળીએ છીએ, સાંભળવામાં આવે છે. (૪)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy