SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પ: શ્રી સુમતિનાથ જિન સ્તવન [૧૬૫ ટબો—એવું આત્માનું જે અર્પણ થાપવું, વસ્તુ વિચારતાં નીપજે વસ્તુ તેને વસ્તુપણે વિચારવું તેને જ પરમાત્માનું અર્પણ કહીએ. તે વખતે શું થાય ? ભ્રમ, વિપયોસાદિક મતિના દોષ છે તે ટળે, તે વારે પરમ ઉત્કૃષ્ટ પદાર્થ સંપજે નીપજે, અને આનંદઘન અતિશય અનિર્વાચ રસને પિષ-પુષ્ટિપણું થાય. એવા શ્રી પરમાત્મા શ્રી સુમતિનાથ આપણે બહિરાત્મપણું ટાળી અંતરાતમામાં વસીએ તે વારે પરમાત્મા થઈએ. (૬) વિવેચન–આત્માર્પણ–વસ્તુને તત્ત્વરૂપે વિચારતાં આ રીતે આત્માને વિચાર કરવો તે ખરું આત્માર્પણ છે એમ જણાય છે. એટલે આત્માર્પણ કરતાં આત્મવિચારણે કરવી એ જ ખરેખરું આત્મસમર્પણ છે એમ જણાય છે. અને તેથી આ સ્તવનની શરૂઆતમાં જે વિભ્રમ થયો હતો તે ટળી જાય છે. આત્માર્પણ એ જરૂર વિચારવા લાયક છે. આત્માને બરાબર ઓળખી આ રીતે તેનું પૃથક્કરણ કરવું અને બહિરાત્મભાવ તજી અંતરાત્મભાવમાં લીન થઈ પરમાત્મપદ આ શરીરે પ્રાપ્ત કરવું અને પછી અનંત કાળ સુધી જન્મ-જરા-મરણની પીડા દૂર કરવી. આ જાતની વિચારણાથી આપણે ખરે આનંદ શું છે તે સમજીએ અને પિષીએ તે તેનાથી જીવનની ખરી સફળતા થાય છે. વાસ્તવિક રીતે બહિરાત્મમાં જરા પણ આનંદ આવે તેવું નથી. તમે પાંચે ઇંદ્રિયમાં સુખ માનીને ભેગે, તેમાં સ્થાયી આનંદ નથી એને પરમાત્મભાવપ્રાપ્તિ પછી તમે જે આનંદ પ્રાપ્ત કરી શકશો તે તે અનંત છે. નિરવધિ કાળને માટેને આનંદ શબ્દમાં જે ચમત્કાર છે તેને રસ તે આ આનંદ સાથે સરખાવવા જેવો છે અને ખરેખર આનંદનામને તે જ યોગ્ય છે. એવા પ્રકારને સ્થાયી આનંદ પ્રાપ્ત કરી આ જીવનને સફળ કરવું અને એ આનંદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો એ આ જીવનનું કર્તવ્ય છે. અને આ બહિરાત્મભાવનું પિષણ કરવું એ તે આત્મશક્તિને વ્યય કરવા જેવું છે. એટલે આ અનંતકાળ સુધી ચાલે તે પરમાત્મભાવ વિચારે અને તે પ્રાપ્ત કરવા અંતરાત્મભાવમાં સ્થિર થાઓ, એ આ સ્તવનને મુખ્ય લય છે. આ ગાળામાં આનંદઘનજીએ પિતાનું નામ કર્તા તરીકે જણાવી દીધું છે તે પણ આડકતરી રીતે છે એમ સમજવું. ઉપસંહાર આવી રીતે આ પાંચમા પ્રભુના સ્તવનને અર્થ આપણે વિચાર્યો અને તે વિચારણા કરતાં જ્ઞાનાર્ણવ ગ્રંથમાંથી આપણે બહિરાત્મભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મભાવ કેવો હોય તે શરીરધારી આત્માના પ્રકારે જાણ્યા, અને આત્મસમર્પણ કરવાનો કર્તાને વિચાર જાયે. આ સંસારરસિક પ્રાણી સંસારમાં રહ્યો રહ્યો બહિરાત્મભાવને ખૂબ પ્રેરણા અને પોષણ આપે છે. જરા સંપત્તિ મળે અથવા જાય ત્યારે એને પિતાની સંપત્તિ આવી અથવા ગઈ એમ માને છે ? એ સર્વ બહિરાત્મભાવ છે એમ સમજવું એ આ પાંચમા સ્તવનો મુખ્ય ઉદ્દેશ છે. એ ગમે તેવા ઇન્દ્રિયના ભેગો ભેગવે, ગમે તેની ખુશામત કરે, ગમે તેને રાજી કરવા પ્રયત્ન કરે એ સર્વ પણ બહિરાત્મભાવ છે. એ બહિરાત્મભાવને ત્યાગ કરી અંતરાત્મભાવને વિકાસ કરતાં
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy