SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ ] શ્રી આનંદઘન ચોવીશી ઘાતી કર્મોને ક્ષય કરી સ્થિર ભાવે પરમાત્મા બનવું. આપણો પિતાને જ આત્મા અંતરાત્મભાવમાં આવતાં એ ધીમે ધીમે પ્રગતિ કરી પરમાત્મા થાય છે, આવી રીતે વિચારણા કરવી તે સાચું “આત્માર્પણ” છે અને આત્માર્પણ કરવાને સારો ઉપાય પણ તે જ છે એમ જાણવું. આ સ્તવનની શરૂઆતમાં આત્માર્પણ કેવું હોવું જોઈએ એ પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતું, તેને અત્ર ખુલાસે થઈ જાય છે. અંતરાત્મામાં પિતાની જાતને અર્પવી અને તેમાં તન્મય થઈ જવું એ ખરું આત્માર્પણ છે. અને આત્માર્પણ બુદ્ધિને તૃપ્ત કરે છે, પણ તે અને ખરું આત્માર્પણ તદ્દન જુદાં જ છે. એટલે બહુજનસંમત જે આત્મા પણ છે, તેનાથી ઓસરી જઈ આ અંતરાત્મમય થઈ જવું એ ખરું આત્માર્પણ છે. અને બુદ્ધિ, જે પૌલિક છે, તેને સંતોષવાની ઈચ્છા ન રાખવી, પણ અંતરાત્મામાં પિતાની જાતને લય કરવી, અને એ આત્મસમર્પણને મોટો ઉપાય છે અને ખરે ઉપાય છે એમ સમજવું. તમે ભાઈ ભાઈના રગડાઓ જુઓ કે વ્યાપારી વ્યાપારી વચ્ચેની લેવડદેવડના ઝઘડાઓ વિચારે, તે તુરત તે સર્વમાં તમને બહિરાત્મભાવ દેખાશે. પણ આત્માને ખરેખર ઓળખ અને આ વસ્તુઓ તથા શરીરથી તેને પર જાણે તેમાં પિતાનું સર્વ દયાન પરોવવું તે ખરેખરં આત્મસમર્પણ છે. તે સાચો આત્મસમર્પણને સિદ્ધાંત તમે સમજે અને તન્મય થાઓ એટલે પ્રગતિ કરતાં આ શરીરે તમે પરમાત્મભાવ પામશે. બાકી, યાદ રાખજો કે, આ જીવનમાં જેને તમે તમારા માને છે તે કોઈ સાથે આવનાર નથી અને મરણ વખતે તે તમને ટેકે આપનાર પણ નથી. આ જીવ એકલે આવ્યો છે અને એક જ જવાનું છે. આ અંતરાત્મામાં તન્મય થવાની સ્થિતિ એ જ ખરું સમર્પણ છે એમ તમે જાણો અને તમે અંતરાત્મય થઈ જાઓ, જેથી આખરે તમે પરમાત્મભાવ પામે એ સ્તવનર્ધાની ભાવના છે. (૫) આતમ-અરપણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ સુગ્યાની; પરમ પદારથ સંપતિ સંપજે, “આનંદઘને રસપોષ સુગ્યાની. સુમતિ- ૬ અર્થ–આત્માપણરૂપ ખરેખરી વસ્તુને વિચાર કરતાં આપણું મનમાં જે કાંઈ શંકાઆશંકા હોય તે દૂર થઈ જાય છે અને બુદ્ધિના સર્વ દે નાશ પામે છે અને અખંડ શાંતિનું અજરામર સ્થાન, તે રૂપ દોલત આપણને પ્રાપ્ત થાય છે અને અનંત આનંદના સમદાયરસને પુષ્ટિ મળે છે. (૬) પાઠાંતર–આતમ અરપણ એ એક સ્થાને જુદા પાડ્યા છે. આતમ પછી જગા રાખીને અર્પણ લખેલ છે તે માત્ર મતભેદ છે, અર્થભેદ એમાં થતું નથી. સંપતિ સ્થાને સંપત્તિ શબ્દ છે, પણ મૂળ સંપત્તિ શબ્દ સંસ્કૃત વ્યવહારને વધારે અનુકૂળ છે. સંસ્કૃતમાં તેને સ્પેલીગ સંપત્તિ થાય છે તે કેશ જેવાથી જણાશે. પ્રતમાં સ્તવન પૂરું કરતાં લખે છે ‘ઇતિ શ્રી સુમતી જિનસ્તવન સંપૂર્ણ ' સુમતીમાંની દીર્ઘઈ તેમાં લખે છે. (૬) શબ્દાર્થ–વસ્તુ = ચીજ; આત્માપણની ચીજ વિચારતાં ભરમ = ભ્રમ, ગેટાળા, આહકદેહ. મતિદોષ = બુદ્ધિના દો. પરમ પદારથ = પરમ પદાથ, મોક્ષ. સંપતિ = મિલક્ત. સંપજે = મળે, સાંપડે. પિષ = પિલાઈ , સાંપડે. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy