SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૫: શ્રી સુમતિનાથ જિન સ્તવન [૧૫૯ તે આત્માનો જ અભ્યાસ કરે. અજ્ઞાન ચિત્તવાળાને આ દુનિયા વિશ્વાસ ને આનંદનું સ્થાન થઈ પડે છે, પણ આત્માનંદ જાણનારને એમાં જરા પણ આનંદ પડતું નથી. પોતે જ પોતાને આનંદરૂપ બનાવે, માને. આત્મજ્ઞાની મુનિ જ્ઞાન સિવાય કઈ પણ કાર્યમાં મનને એક ક્ષણમાત્ર પણ ધારણ કરે નહિ. કદાચ કોઈ કામ કોઈ કારણવશ થઈને કરે તે વચન અને કાયાથી એ આદર વગર તે કામ કરે, પણ જ્ઞાનની વાસના તે તેના મનમાં જરૂર નિરંતર રહે. આત્મજ્ઞાની મુનિ વિચારે કે ઇન્દ્રિય વિષયરૂપ મૂર્તિ છે એ તે પોતાના આત્મસ્વરૂપથી વિલક્ષણ છે અને પોતાનું રૂપ તે અંતરંગ તિર્મય છે, અને આનંદથી ભરેલ અને અંતરંગ તિર્મય છે. યોગાભ્યાસી સાધક મુનિએના અંતરંગમાં દુઃખ હોય અને બાહ્યમાં સુખ હોય, અને સુપ્રતિષ્ઠિત યોગીઓને તેથી ઊલટું હોય, એટલે પ્રતિષ્ઠિત ગીને અંતરંગમાં સુખ હોય છે અને બાહ્યમાં દુઃખ હોય છે. આ સાધક-અવસ્થાની વાત થઈ. મુનિ સર્વ પ્રકારની બ્રાંતિને છોડીને આત્માની સ્થિતિ આત્મામાં જ છે અને એ વિષય જાણવું જોઈએ અને એ વિષય પર પોતે બલવું, સાંભળવું અને વિચાર કરે જોઈએ—આવી મુનિની સ્થિતિ હોય છે. ઈદ્રિયના વિષયમાં એવું કાંઈ પણ નથી કે જેને હિતકારી હોય, પરંતુ અજ્ઞાની મૂખ પ્રાણીને એ વિષયમાં જ પ્રીતિ થાય છે. આ અજ્ઞાનની ચેષ્ટા છે. મૂખ માણસને કેઈ કાંઈ કહે તો પણ તે આત્માને પ્રાપ્ત કરી શકતું નથી અને તેને કહેવાનો પ્રયત્ન કરે તે પણ નકામે છે (નિષ્ફળ છે). જે પિતે પારકાને જણાવવા ચાહે છે તે આત્મિક વસ્તુ નથી અને હું પોતે આત્મા છું, તે પરને ગ્રહણ કરવા યોગ્ય નથી. આથી બીજાને સંબોધન કરવાનો માટે પ્રયત્ન કે ઉદ્યમ નકામે છે, કારણ કે આત્મા તે પોતાનાથી જ જણાય છે, પારકાનું કહેવું કે તેને સાંભળવું તે તે નિમિત્ત માત્ર છે. આ માટે આ સંબંધમાં આગ્રહ રાખે વૃથા છે. અજ્ઞાની પ્રાણ પિતાથી ભિન્ન વસ્તુ ઉપર સંતુષ્ટ થઈ જાય છે, કારણ કે એની અંતતિ યુદ્ધ થઈ ગઈ હોય છે. જ્ઞાની પુરુષ આત્મામાં જ સંતેષ પામે છે, કારણ કે એનો બાહ્ય વિભ્રમ નાશ પામી ગયેલ હોય છે. આ પ્રાણી જ્યાં સુધી મન-વચન-કાયાના સમૂહને આત્માની ઈચ્છાથી ગ્રહણ કરે છે ત્યાં સુધી એને સંસાર છે, જ્યારે એને ભેદજ્ઞાન થાય ત્યારે એને સંસારનો અભાવ થઈ જાય છે. જેમ વસ્ત્ર જીણ થઈ જાય, લાલ થઈ જાય, દઢ થઈ જાય અથવા નાશ પામી જાય છે તેથી જેમ આત્મા કે શરીર જીર્ણ અથવા લાલ થતું નથી, એ પ્રમાણે શરીર જીણું થઈ જાય કે નાશ પામી જાય તે પણ આત્મા જીણું થતું નથી કે નાશ પામતે નથી, આ દૃષ્ટાંતને બરાબર ઘટાવવું. જે મુનિની આત્મા અચળ-અવસ્થિતિ થાય અથવા હેય તેનો મોક્ષ થાય, પણ જે મુનિની આત્માને વિષે અવસ્થિતિ ન થાય તેનો મોક્ષ થતું નથી. સાંખ્ય, નૈયાયિકાદિ કેટલાક એકલા માત્ર જ્ઞાનથી મુક્તિ મને એ વાત બરાબર નથી, પણ સમ્યગ જ્ઞાનપૂર્વક દર્શન અને ચારિત્ર એ જ આત્માની અવસ્થિતિ કહેવાય. અવસ્થિતિ એટલે રહેઠાણ, રહેવું તે. શરીર સહિત પોતે દઢ છે, સ્કૂલ (મેટ) છે, સ્થિર છે, લાંબો છે, જીર્ણ છે, અતિ પાતળે છે, હલકે છે, અથવા ભારે છે આ શરીર સહિત સંબંધ ન કરે તે પુરુષ જ આત્માનું જ્ઞાનસ્વરૂપ જાણે છે, અને તેનો
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy