SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬], શ્રી આનંદઘન–ચવીશી અનેક ગ્રંથોમાં એ સમ્યકત્વનો ગુણ ખૂબ ગમે છે અને એની મહત્તા બતાવતાં ત્યાં સુધી કહ્યું છે કે દર્શનથી ભ્રષ્ટ રહેલે પ્રાણ છે, કારણ કે ચારિત્ર રહિત પ્રાણીનો મોક્ષ કદાચ થાય, પણ દર્શન રહિત પ્રાણીને તે મક્ષ કદાપિ પણ ન જ થાય. એટલા માટે રસ્તે ચઢવા ઈચ્છનાર પ્રાણીના અંતરમાં તત્ત્વરુચિ, સહણ અને દર્શનપ્રાપ્તિ માટે તીવ્ર ઈચ્છા ઊભી કરવી એ અતિમહત્ત્વની બાબત છે અને ભૂમિકાશુદ્ધિ કરી આગળ વધવા ને રસ્તે ચઢવાની ઈચ્છા રાખનારને માટે ખાસ વિચારણીય બાબત છે. સમકિત અથવા સમ્યકત્વને ઓળખવા માટે એના ૬૭ બોલ બહુ વિચારવા યોગ્ય છે. એનો બરાબર ખ્યાલ કરવાથી સમ્યક્ત્વને ખ્યાલ આવે તેમ છે અને તેથી શાસ્ત્રગ્રંથમાંથી તારવી એને આ સ્તવનના વિવેચનમાં વણી દીધા છે. સડસઠ બોલ–બલ” એટલે મુદ્દા, લક્ષ્ય આપવા યોગ્ય સ્થાને, તારવી સંક્ષિપ્તમાં એકઠાં કરેલાં સારમય રહસ્ય. આ “બોલ” શબ્દ જૈનને પારિભાષિક છે. એ ખૂબ પ્રચલિત છે. અનેક ભેદ, વિભેદ, પટાભેદ યાદ રાખવા માટે આવા “બેલે ”ના થોકડાઓ તૈયાર કરેલા છે અને તેને મુખપાઠ કરવાનો પહેલાં રિવાજ પણ હતે. એવા ગતિ-આગતિ, દેવવંદન, ગુરુવંદન વગેરેના બોલે પ્રચલિત છે અને અન્યત્ર મુદ્રિત થયેલા છે. સમકિતને લગતા સડસઠ બોલે સુપ્રસિદ્ધ છે. એના પર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે એક પુસ્તક રચેલ છે. અને એ સમક્તિના સડસઠ બોલ પર શ્રી યશોવિજય ઉપાધ્યાયે ગુજરાતી ભાષામાં સક્ઝાયર લખેલી છે. એ સ્વાધ્યાય ખૂબ સરસ રાગો અને ભાવાર્થથી ભરપૂર છે અને વારંવાર પઠન પાઠન કરવા યોગ્ય છે. સમકિતના એ સડસઠ બેલેને આ વિવેચનમાં આડાઅવળા વણી દીધા છે. એની તારવણી, નામનિદેશ અને સ્થાનનિદર્શન સાથે, અત્રે સમુચ્ચયીકરણરૂપે જણાવી દેવી જરૂરી છે. એ આખા ઉલ્લેખને કેન્દ્રસ્થાને હોઈ, પુનરાવર્તનને ભોગે પણ, સ્પષ્ટ દર્શન માગે છે : ત્રણ શુદ્ધિ : મન, વચન, કાયા. (વિવેચન : પ્રથમ ગાથા). ત્રણ લિંગઃ શુશ્રષા, રાગ, વૈયાવચ્ચ. (વિવેચન : દ્વિતીય ગાથા) પાંચ લક્ષણઃ શમ, સંવેગ, નિવેદ, આસ્તિક્ય, અનુકંપા. (પરિચયઃ આરંભે). પાંચ દૂષણઃ શંકા, આકાંક્ષા, વિનિમિચ્છા, પ્રશંસા, સુરત. ( વિવેચન : દ્વિતીય ગાથા) પાંચ ભૂષણઃ ધૈર્ય, પ્રભાવના, ભક્તિ, કુશળતા, તીર્થસેવા. (વિવેચન : છઠ્ઠી ગાથા) આઠ પ્રભાવક પ્રવચની, ધર્મકથી, વાદી નિમિત્તભાષી, તપસ્વી, વિદ્યાસંપન્ન, સિદ્ધ, કવિ. (વિવેચન : ત્રીજી ગાથા) છ આગાર: રાજ્યાભિયોગેણં, ગણાભિયોગેણં, બલાભિયોગેણં, દેવાભિયોગેણં, ગુરનિગ્રહ, વૃત્તિકાંતાર (વિવેચન : ત્રીજી ગાથા) ૧, જુઓ સમ્યકત્વસપ્તતિકા. ૨. જુઓ સજઝાયમાળા; સમક્તિના સડસઠ બોલની સજઝાય.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy