SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૪: શ્રી અભિનંદન જિન સ્તવન [૧૪૧ મહારાજ શુદ્ધ સ્વરૂપ આત્માનું દર્શન પામે. (એવું દર્શન તે કયા આત્માને સુગમ થાયે તે વાસ્તે પાંચમું તવન કહે છે.) વિવેચન–આવી રીતે અમૃતપાન જેવા દર્શનની પ્રાપ્તિ માટે અંતરની જિજ્ઞાસા ઉત્પન્ન કરી, અને જાણે દર્શનપ્રાપ્તિ એ જીવનનું “કાજ’–કામ હોય તેમ જણાવ્યું અને એની પ્રાપ્તિ આડે કેટલી અડચણે છે તે વાતની રજૂઆત કરી અને એ પ્રાપ્તિને અંગે સ્થૂળ વ્યાવહારિક, માનસિક અને આધ્યાત્મિક સગવડો થાય તે કામ થવાની શરૂઆત થાય એમ મનમાં ધારણ કરી, એ પરમપ્રભુ પરમાત્મા પાસે મનછૂટી વાત અને છેવટની પ્રાર્થના એની પ્રાપ્તિ માટે કરે છે. મારા પ્રભુ ! અત્યારે તે હું ચક્કરે ચઢી ગયો છું. અહીં જરા ઠરીઠામ થાઉં, ત્યાં જમદેવ મને બીજે ધકેલી દે છે, ચારે ગતિમાં રખડધે છે અને મને જન્મ-મરણને ત્રાસ થયા કરે છે. એમ રખડપાટીમાં હું તે હેરાન હેરાન થઈ ગયું છું. જે આપના દર્શનની પ્રાપ્તિનું મારું કામ થાય તે અત્યારે મને તે જન્મ-મરણને ત્રાસ ન આવે–ન થાય. આ તે દર્શનની પ્રાપ્તિના અભાવે મારે કૂટો થઈ રહ્યો છે અને હું જાણે કોઈ વેચવા-લેવાની વસ્તુ હોઉં તેમ મારી ફેકાફેક થઈ રહી છે. તરસ?–અહીં તરસને અથ વાસ કર્યો. જન્મ-મરણનો ત્રાસ તે આપણે દરરાજને વિષય થઈ ગયો છે. સંસારમાં આવવું અને પાછા પડદો પડે એટલે બીજે ચાલ્યા જવું, ત્યાં ગયા એટલે અહીં કરેલી સર્વ જમાવટ ખેદાનમેદાન થઈ જાય અને ત્યાં નવે નામે બીજી સુષ્ટિ માંડવી અને એ રીતે ઠામ ઠામ કુટાવું, એના ત્રાસને કાંઈ પાર નથી. પ્રભુને કહે છે કે આપના દર્શનની પ્રાપ્તિ થાય તે આ જન્મ-મરણને ત્રાસ થતો અટકી જાય અને મને ઠરીઠામ બેસવાના દહાડા મળે. તરસને બીજો અર્થ, કેશ પ્રમાણે, કૃપા, દયા, રહમ થાય છે. આ ભાવ અત્ર લાગતું નથી. એક “તરસના” શબ્દ હિંદી કેશમાં છે, તેનો અર્થ કોઈ વસ્તુ મેળવવા માટે વ્યાકુળ અથવા ઉત્કંઠિત હોવું” એમ કર્યો છે. મને આ “તરસના” શબ્દ અડી તરસ ન’ને અંગે વિચારવા યોગ્ય લાગે છે. જે આપના દર્શનની પ્રાપ્તિનું કામ સિદ્ધ થઈ જાય તે મરણ જીવનની તીવ્ર ઉત્કંઠા આવે, તે પર વિચારણું થાય અને આ બધી શી બાજી મંડાઈ રહી છે તેને ખ્યાલ આવે, તેની ક્ષણિક્તા અને ક્ષુલ્લતા વ્યક્ત થાય. કોઈ પણ રીતે તરસ” શબ્દને “તરસીએ” શબ્દની સાથે લાવવું જોઈએ તે જ ખરો અર્થ જામે, એમ મને બેસે છે. ઉપર પ્રથમ અર્થ કરી તેને અર્થ ત્રાસ કર્યો છે, તેમ કરવામાં તરસવાની અંદર રહેલી તૃષાને આ ભાવ માર્યો જાય છેઆ રીતે અર્થ બેસાડવાને અને તરસના સમાનાધિકરણમાં આ “તરસ ન” ના લાવવાનો પ્રયાસ કરવા જેવો છે. આપનું દર્શન પ્રાપ્ત થાય તે જીવવા- * મરવાને વાસ ન આવે, એ અર્થને હાલ તે કાયમ રાખે છે, પણ વાંચનારે ‘તરસન ને એક શબ્દ ગણી અર્થ કરવા યોગ્ય છે, એટલા સૂચવન સાથે એ વાત અનિર્ણત પરિસ્થિતિમાં છોડી દેવામાં આવે છે. સૂચવન ખાસ વિચારણીય છે, કારણ કે તૃષા અને ત્રાસને મેળ બરાબર જામત નથી અને તરસનમાં તૃષાને ભાવ લાવી શકાય તેવી શક્યતા છે. અર્થ કરવામાં પ્રકમભંગ
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy