SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮] શ્રી આનંદઘન-વીશી અસત્ય કહેશે થહિ. એના અનેકાંતદર્શનમાં એ સર્વ દર્શનકારેને અંશસત્યાગ્રહી કહેશે, એ કહેશે કે તમને જે સ્વરૂપ સમજાયું છે તે તેટલા પૂરતું સાચું છે, પણ તમારા સ્વરૂપજ્ઞાનને બીજી બાજુ પણ હોઈ શકે છે, અને અંશસત્યને સર્વ સત્ય માનવાની ગફલતી કરવા જેવું પણ નથી. મતલબ, જૈનદર્શનકાર ઢાલની બન્ને બાજુએ જેવાને અને અંશસત્યને પૂર્ણ સત્ય માનવાની ભૂલથી બચવાને આગ્રહ રાખે છે. અને દૃષ્ટિબિન્દુ (નય) ના વિવેકી સિદ્ધાન્તને અપનાવી જૈન દર્શને તે કમાલ કરી છે. એણે કઈને કડવું કહ્યું નથી; એને કેઈને આકારા શબ્દોમાં ઉદ્દેશવાની જરૂર પડી નથી અને એના સપ્તભંગી અને સ્યાદ્વાદના સિદ્ધાન્ત એને તર્કનુસારી, ન્યાયબદ્ધ અને પદ્ધતિસરની પરિસ્થિતિમાં રાખી એને સ્વીકાર કરવા ગ્ય કક્ષામાં રાખે છે. આ હકીકત ખૂબ વિચારણા માગે છે અને દર્શનની સમજણની ચાવીરૂપ છે. વાત એ છે કે દર્શનકારને અંગે જ્યાં જ્યાં વિચારણા કરીએ કે એની પાસે સત્ય સમજવા પૃચ્છા કરીએ, ત્યાં ત્યાં તેઓ તે પિતપતાની જ વાત કરશે, અને પિતા સિવાય અન્ય સર્વ દર્શનકાએ ગોથાં ખાધાં છે એવી હકીકત જણાવશે. અંશસત્ય અને પ્રમાણસત્યના ખુલાસા દ્વારા જૈન દર્શન તે આથી તદ્દન જુદી જ વાત કરે છે. એ કઈ દશનકારને જો નહિ કહે, એ કઈ દર્શનકારની નિંદા નહિ કરે, એ પિતાના અભિપ્રાયને સ્વીકાર કરાવવાને આગ્રહ નહિ રાખેએ માત્ર આંખ ઉઘાડી રાખવાની ભલામણ કરશે અને દર્શનકારેને અંશસત્યની પ્રાપ્તિ થઈ છે એટલું જ જણાવશે. એના નયજ્ઞાનના દષ્ટિબિન્દુમાં એને સત્યને અંશ જણાશે. પણ એની નજરમાં તે જ વખતે પ્રમાણસત્યનો ખ્યાલ રહેશે અને એ કદી એકાંત સ્થાપના કરશે નહિ. એટલા માટે અભિનંદન જિનદેવના દર્શનને તલસાટ કરીએ, એ દર્શન પ્રાપ્ત થાય તેવી ઊડી ચાડના રાખીએ અને મતમતના ભેદને અંગે દર્શનકારેએ એકાંતનું પિષણ કર્યું છે તેને સમજવા દ્વારા સહિષ્ણુતા રાખીએ. સાધારણ રીતે શાંત પ્રાણી હોય તે પણ જ્યારે દર્શનની વાતચીત કે ચર્ચામાં ઊતરે છે ત્યારે ઘણી વાર વિવેક ભૂલી જાય છે અને પછી તે દર્શનના કે મતાગ્રહના મરચા જમાવવા મંડી જાય છે. તેવા પ્રાણીઓને નિર્ભેળ સત્ય સાંપડવું અશક્ય છે. જ્યાં આગ્રહ બંધાઈ ગયે ત્યાં જ્ઞાનચક્ષુ આડું આવરણ આવી જાય છે અને પછી સત્યશોધન બુદ્ધિને સ્થાને પિતાની પકડેલી કે કોઈએ પકડાવેલી હકીકતને ભૂલી-પાતળી, અસ્પષ્ટ દલીલથી કે દલીલાભાસથી બચાવવાની વૃત્તિ થઈ જાય છે, અનેકાંતદષ્ટિબિન્દુ સમજનાર, અંશસત્ય અને પરિપૂર્ણ સત્યને તફાવત જાણનાર અભિનંદન સ્વામીનું દર્શન આ પ્રકારની સ્કૂલનાથી મુક્ત છે, એટલે એને માટે વાંછના કે ઝંખના કરવા યોગ્ય છે. અથવા અભિનંદનજિનદર્શન એટલે આત્મદર્શન. ચેતનને એના મૂળ સ્વરૂપે જોવો એ કામ દુર્ઘટ તે છે જ; પણ આ જીવનવ્યવસાયને એ ખરે લહાવે છે. દરેક દ્રવ્યકિયાને
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy