SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : શ્રી અભિનંદન જિન સ્તવન [૧૧૭ આ આખી એકાંતર્દષ્ટિ જનતાને પીડતી રહી છે, પક્ષના મડાણને નભાવતી રહી છે અને પોતાપણાના અભિમાનને પોષતી રહી છે, અને તેને લઈને સાચા દનની દુલ ભતા પર જે વાત ઉપર જણાવી તે વાતની અગત્ય આપણા લક્ષ્ય પર થતી જાય છે. સાંખ્ય દન અને વેદાંત દન આત્માને ફૂટસ્થ નિત્ય માનતા હાઇ એમાં કઈ જાતને પિરણામ માનતા નથી. હથેાડાના ગમે તેટલા ઘા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે, તેમ દેશકાળ વગેરેના વિવિધ ફેરફારો થવા છતાં વસ્તુ જરાય ફેરફાર નથી પામતી એવી માન્યતા તે ક્રૂટસ્થનિત્યતા. આવી માન્યતાને પરિણામે જ્ઞાન, સુખદુઃખ વગેરે પરિણામેાને તે પ્રકૃતિના જ માને છે. એ દÖનકારો પાસે જવાનું થાય તો તે પોતાની વાતને જ સ્થાપશે, એમાં જરા પણ ફેરફાર કરશે નહિ અને પોતાની આંખ ઉઘાડી સત્યની બીજી માજુ તપાસવાના પ્રયાસ પણ કરશે નહિ. વૈશેષિક અને નૈયાયિકા જ્ઞાન, સુખ-દુઃખને આત્માના ગુણુ માને છે ખરા, પણ આત્માને એકાંત નિત્ય માનતા હાઇ એને અપિરણામી માને છે. ઔદ્ દનકારો આત્મા નિરન્વય પરિણામોના પ્રવાહ માત્ર છે એમ માને છે. એટલે એમના દર્શીન પ્રમાણે ભિન્ન ભિન્ન ક્ષણામાં સુખ-દુઃખ આદિનું ભાન થાય છે તેને પિરણામ માત્ર માનવામાં આવે છે, પશુ એ જુદા જુદા ક્ષણના અનુભવને જોડનાર વચ્ચે સૂત્રરૂપ અખડ ચાલુ તત્ત્વની ગેરહાજરી માનતા હોઈ એને નિરન્વય પરિણામેાના પ્રવાહ કહેવામાં આવે છે. આવી રીતે જે જે દનકારો પાસે જવામાં આવે તે તે સવ પોતપોતાના અભિપ્રાયની સ્થાપના કરે છે અને પોતે જ માત્ર સત્ય સમજ્યા છે એવા દાવેા કરે છે અને પાતા સિવાય અન્યને સત્યની જરા ઝાંખી માત્ર પણ થઇ છે એટલા સ્વીકાર પણ કરતા નથી. એ જ પ્રમાણે આત્માના અને પુદ્ગળના, ચેતનના અને વસ્તુના સંબધને અંગે, વસ્તુ અને આત્માના સબધ છૂટચા પછી આત્માની થતી સ્થિતિને અંગે દરેક દનકાર જુદા જુદા મત ધરાવે છે, પણ દરેક પેાતાની વાતને જ આગ્રહપૂર્વક પકડી રાખે છે અને પરિણામે સત્યશેાધનની ઉન્નત ભાવનાને બદલે પેાતાની વાત સાચી છે એવી મક્કમ સ્થાપના કરે છે. આત્મિક અને પૌદ્ગલિક ખાખતા ઉપરાંત નાની-મોટી અનેક બાબતમાં ઘણાખરા દનકારો પોતાના મતની વાતને આગ્રહપૂર્ણાંક પકડી રાખવામાં ગૌરવ માને છે. એ વાતને પરિણામે પ્રાણીમાં એકાંતવાદના આગ્રહુ થાય છે. તે કેટલેા હાય છે અને તેની ગાઢતા કેટલી ચિકાશ ભરેલી હાય છે તે આ સ્તવનના વિવેચનમાં વિસ્તરાયલી માલૂમ પડશે. માત્ર અભિનંદનસ્વામીનું દશન—જૈન દČન–જ એવું દર્શન છે કે જેણે નયવાદ અને પ્રમાણવાદ દ્વારા અનેકદૃષ્ટિબિન્દુએ ઉઘાડાં રાખ્યાં છે અને અનેકાંતવાદના ધેારણને સ્વીકાર કરીને એક પક્ષમાં કે એક વાદમાં ઢળી જવાની વાત છેડી દીધી છે અને તે હકીકતને એટલે વ્યવહારુ આકાર આપવામાં આવ્યા છે કે એ કઇ અન્ય દશનને તિરસ્કારશે નહિ, અન્ય દર્શનને
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy