SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [૮૯ ૩ : શ્રી સંભવનાથ સ્તવન થાય છે. અને “ચેતને અર્થ કેશકાર ચિત્તની વૃત્તિ કે ચેતના કરે છે. એ નામ પણ છે અને વિશેષણ તરીકે પણ વપરાય છે. તથા અકુશળ એટલે અકલ્યાણકારી. મતલબ કે અકલ્યાણકારી ચિત્તવૃત્તિને તે વખતે નાશ થાય છે. આ ભાવ થાય છે. આ અકુશળ ચેત-ચિત્તવૃત્તિ કેવા પ્રકારની હોય છે, તે જાણી લેવા જેવું છે. એના સ્વરૂપ સંબંધમાં શ્રી ઉપમિતિભવપ્રપંચ કથામાં શ્રી સિદ્ધર્ષિ મહારાજે ત્રીજા પ્રસ્તાવમાં વિસ્તૃત ઉલ્લેખ કર્યો છે. ત્યાં પ્રસંગ સ્પર્શનઇદ્રિયનો પ્રભાવ બતાવવાનું છે. એને અંગે બાળ, મધ્યબુદ્ધિ અને મનીષીના સંબંધમાં સ્પર્શન કેવી રીતે કામ લે છે તે બતાવતાં બાળની માતાને “અકુશળમાળા’નું સુગ્ય નામધેય આપવામાં આવ્યું છે. એ અકુશળમાળાની સલાહથી બાળ કેવી ભૂલ કરે છે અને ઇંદ્રિયેના વિકારને અંગે સ્પશન-ઇંદ્રિયના ભેગે ભેગવવા જતાં કે હેરાન થાય છે અને કર્મ વિલાસ મહારાજાને આ અકુશળમાળા સાથે કેવો સંબંધ હોય છે, તે વિચારતાં અકુશળ માનસનાં ભયંકર પરિણામો ખ્યાલમાં આવે છે. મતલબ એ છે કે જ્યાં સુધી ચિત્તમાં સ્થિરતા ન આવે, જ્યાં સુધી એને પૌગલિક બાબતે, ભેગવિલાસ કે ઉપભેગમાં આનંદ આવે અને જ્યાં સુધી એના પર રાગકેસરીને દોર ચાલ્યા કરે, ત્યાં સુધી એનું ચેતસ્ અકુશળ છે. એને વસ્તુસ્વરૂપની ઓળખાણ થઈ નથી, એની સંસારની વાસના ઓછી થઈ નથી અને એણે વસ્તુનાં મૂલ્યાંકને બરાબર કર્યા નથી એમ સમજવું. યોગમાર્ગે ચઢવા પહેલાં વેગને રસ્તે સાંપડે જોઈએ અને એને રસ્તે મેળવવા માટે મનમાં એને વસ્તુની કિંમત થવી જોઈએ. જ્યાં સુધી એ મનમાં સાચાં મૂલ્ય ન સમજે ત્યાં સુધી એને સાચા રાહ પર આવવાની તક પણ મળતી નથી. અને અકુશળમાનસવાળે ભવાભિનંદી પ્રાણ તે વસ્તુઓને, વસ્તુ અને ચેતનને અને બન્નેને પરસ્પર સંબંધ કે, કેટલે અને કેટલા વખત સુધી છે, એ જાણતું ન હોવાથી એના ઉપટિયા ખ્યાલમાં તન્મય થઈ જાય છે અને સંસારને ચાહવા જતાં તેમાં ડૂબી જાય છે. આવા પ્રકારનું અકુશળ માનસ હોય ત્યાં સુધી પ્રાણીને નિસ્વાર થતું નથી. એનું અજ્ઞાન અને એને અધ એને સંસારસન્મુખ રાખે છે. એને વ્યવહારમાં રાચવામાં મજા આવે છે. એને ઇદ્રિયના ભાગમાં જીવનનું સાર્થક્ય લાગે છે અને એ પિતાને પરિણામિક લાભ ક્યાં છે તે સમજી શકતું નથી, અને ઉપર ઉપરના ખ્યાલમાં લેવાઈ જાય છે. અકુશળપણું હોય ત્યાં સુધી પ્રાણી કોધ-માન-માયા-લેભ જેવા માનસિક વિકારને ઓળખી શકે નહિ, એ રાગ-દ્વેષને યથાસ્વરૂપે જાણી શકે નહિ અને પછી તે ભય, શોક, રતિ, અરતિ કે કામકીડામાં લેવાઈ જાય, મેહના ચકરાવામાં પડી જાય અને અતવાભિનિવેશને ભેગ બની અનાદિ સંસારમાં ગમે ત્યાં તણાઈ જાય છે અને પરિણામે જરા ઊંચે આવ્યા હોય, જરા રસ્તાસર સ્થિતિમાં આવતે થયેલ હોય તે પણ ગુમાવી બેસે છે અને સંસારના રાગ-દ્વેષની તાણાવાણમાં ભયંકર વાયરે ચઢી જાય છે. આવા પ્રકારના માનસને અકુશળ માનસ કહેવામાં આવે છે. એમાં પરિણામદર્શિતા ન હોય. એમાં સદસદ્વિવેક ન હોય, એમાં સ્વપરના ભેદ ન હોય, એમાં લાંબા ગાળાની દીર્ઘ નજર ન હોય અને એમાં વસ્તુ ૧૨
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy