SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮] શ્રી આનંદઘન-ચોવીશી () સાધુપરિચય અથવા સત્સંગ–પ્રાણીના અનંત સંસારને છેડે આવે અને એ માર્ગને અનુસરતે થઈ મેક્ષ સન્મુખ થાય, ત્યારે એને સજ્જન પુરુષની સબત થાય, અને એને સંત પુરૂષના સમાગમમાં જ આનંદ આવે. માણસ કે છે તેની પિછાન કરવી હોય તે તેના સંબતીઓ કેવા છે તેની તપાસ કરવી, કારણ કે એકસરખી ટેવ હોય અને એકસરખું ચારિત્ર હોય તેને જ મેળ ખાય છે. સમાનઃ વસન, સહ-એ જાણીતી વાત છે. મતલબ, સારા માણસને સારા સાથે સેબત થાય છે, અને એવા પ્રકારની સંગતિ જામે છે. મૈત્રી કે પરિચયની વાત અલગ છે અને અકસ્માત મેળાપની વાત અલગ છે. દીર્ઘ પરિચય, લાંબી મૈત્રી કે સ્થાયી સબત તે સરખી કક્ષાના માણસો વચ્ચે જ થાય છે, અને પરિચયની બાબત લાંબા વખત સહવાસ અને વારંવાર મળવાનું માગે છે. હાલતાં ચાલતાં કે મુસાફરીમાં ઉપરછલ્લી ઓળખાણ થઈ જાય તેને પરિચય કહેવાય નહિ. પ્રાણીની પ્રગતિ થાય અથવા એ પ્રગતિને પંથે ચઢે, ત્યારે તેને સાધુપુરુષ સાથે પરિચય થાય છે. સાધુપુરુષની સંગતિ કે પરિચય મહાન પુણ્ય હોય ત્યારે જ થાય છે એવી લેક્તિમાં ભારે રહસ્ય છે. સાધુપુરુષે પિતાનું આત્મિક તેજ પિતાના પરિચિત જનમાં જરૂર આપે છે. એક જાણીતા સુભાષિતમાં કહ્યું છે કે “સત્સંગ બુદ્ધિની જડતાને નાશ કરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, માન અપાવે છે, ઉન્નતિને રસ્તે બતાવે છે, પાપને ધોઈ નાખે છે, ચિત્તની પ્રસન્નતા કરાવે છે, ચારે દિશામાં કીર્તિને ફેલાવે છે—સત્સંગતિ પ્રાણીના સંબંધમાં શું શું નથી કરતી તે કહે. આ સત્સંગને મહિમા અનુભવીઓએ ગાયે છે અને અનેક આકારમાં સંગ્રહી રાખે છે. સાધુપુરુષની સલાહમાં હમેશા સીધા, સરળ અને પ્રગતિ માર્ગો જ હોય અને એની વાણી, વિચાર કે વર્તનમાં પાપની વાત ન હોય; એનું માર્ગદર્શન પાપને નાશ કરનારું હોય, ત્યારે, પ્રગતિને પંથે ખૂબ કપાઈ જાય છે અને પાછા પડવાની બાબત પર એક પ્રકારની બ્રેક (અટકાયત) આવી જાય છે. ભૂમિકા શુદ્ધિ થાય ત્યારે પાતિકનો નાશ કરનાર સાધુપુરુષને પરિચય થાય છે. સાધુપુરુષ એટલે અમુક પ્રકારને વેશ ધારણ કરેલી વ્યક્તિઓ, એમ ધારવાનું નથી. જે ખરા સજજન હોય, જેના વર્તન, વાણી અને વિચારમાં એકતા હોય, જેના જીવનવ્યવહારમાં આત્મવિચારણાને અગ્ર સ્થાન હોય, જેને સંસારની રખડપાટીને ત્રાસ લાગ્યા હોય અને જેને વ્યવસાય આત્મપ્રગતિ તરફ હોય, આવા પ્રાણીને પરિચય થાય તે પાતિકને ઘાત કરાવનાર નીવડે છે. અને એવા સાચા સપુરુષને પરિચય એ સેવન કારણ નીવડતી ભૂમિકાની પ્રાપ્તિને અંગે અથવા તેના સંબંધના અનુસંધાનમાં પ્રાપ્ત થાય છે. (8) માનસિક અકુશળતાનો ત્યાગ–સેવન-કારણ-ભૂમિકા તૈયાર કરવામાં અકુશળ ચેતને અપચય થાય છે એટલે અકલ્યાણકારી મન સંબંધી પરિસ્થિતિને ક્ષય અથવા ઘટાડે થાય છે. “અપચય” શબ્દમાં જ ધાતુને મા ઉપસર્ગ લાગે છે તેને અર્થ વ્યય, હાનિ કે અપહરણ १. जाडयं धियो हरति सिञ्चति वाचि सत्य, मानोन्नति दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति, सत्संगतिः कथय कि न करोति पुंसाम् ? ।।
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy