SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશકાદિ સૂક્ત- રત્ન - મંજૂષા અવિરુદ્ધ એવા જિનવચનને અનુસરીને જે રીતે શાસ્ત્રમાં કહેવાયું હોય તે રીતે થતું અને મૈત્રી વગેરે ભાવથી યુક્ત એવું જે અનુષ્ઠાન, તે ધર્મ કહેવાય છે. दुर्लभं प्राप्य मानुष्यं, विधेयं हितमात्मना । करोत्यकाण्ड एवेह, मृत्युः सर्वं न किञ्चन ॥५॥ દુર્લભ મનુષ્યપણાને પામીને આત્માએ હિત જ કરવા જેવું છે. મૃત્યુ અચાનક જ બધું હતું ન હતું કરી નાંખે છે. बीजनाशे यथाऽभूमौ, प्ररोहो वेह निष्फलः । तथा सद्धर्मबीजानां, अपात्रेषु विदुर्बुधाः ॥६॥ બીજનો નાશ થાય તો અથવા ભૂમિ ઉજ્જડ હોય તો ઊગાડવાની મહેનત નિષ્ફળ જાય. તેમ અપાત્રમાં સદ્ધર્મરૂપ બીજ ઊગતું નથી, એમ પંડિતો કહે છે. न साधयति यः सम्यग्, अज्ञः स्वल्पं चिकीर्षितम् । अयोग्यत्वात् कथं मूढः, स महत् साधयिष्यति ? ॥७॥ જે અજ્ઞાની, કરવા ઇચ્છેલું નાનું પણ કાર્ય સારી રીતે કરતો નથી; તે મૂઢ (સંયમ જેવું) મોટું કાર્ય કઈ રીતે કરશે ? કારણ કે અયોગ્ય જ છે. अबोधेऽपि फलं प्रोक्तं, श्रोतॄणां मुनिसत्तमैः । कथकस्य विधानेन, नियमाच्छुद्धचेतसः ॥८॥
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy