SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા જેનું ગ્રહણ સામાન્યથી કરાય, પણ ઉપયોગ કારણે જ કરાય છે; તે ઓઘ ઉપધિ. જેનાં ગ્રહણ-ઉપયોગ બંને, કારણે જ કરાય છે, તે ઔપગ્રહિક ઉપધિ છે. १३२ हरइ रयं जीवाणं, बज्झं अब्भंतरं च जं तेण । रयहरणं ति पवुच्चइ, कारणकज्जोवयाराओ ॥२०॥ જીવોની બાહ્ય અને અત્યંતર (કર્મ)રજને જે હરે છે, તે કારણમાં કાર્યના ઉપચારથી રજોહરણ કહેવાય છે. २६० गुरुपच्चक्खाणगिलाणसेहमाईण पेहणं पुट्वि । तो अप्पणो पुव्वमहाकडाइं इअरे दुवे पच्छा ॥२१॥ પહેલાં આચાર્ય, અનશની, ગ્લાન, નૂતન દીક્ષિત વગેરેનું પડિલેહણ કરે, પછી પોતાનું કરે. (સર્વત્ર) પહેલાં યથાકત ઉપકરણનું કરે, પછી અલ્પ-બહુપરિકર્મ એ બંનેનું કરે. २६४ वसही पमज्जियव्वा, वक्खेवविवज्जिएण गीएण । उवउत्तेण विवक्खे, नायव्वो होइ अविही उ ॥२२॥ ગીતાર્થે ઉપયોગપૂર્વક, બીજા વ્યાપ વગર વસતિ પ્રમાર્જવી. (કાજો લેવો.) વ્યાક્ષેપથી કરવામાં અવિધિ જાણવો. २६५ सइ पम्हलेण मिउणा, चोप्पडमाइरहिएण जुत्तेणं । अव्विद्धदंडगेणं, दंडगपुच्छेण नऽन्नेण ॥२३॥ સદા કોમળ દશીવાળા, ચીકણા મેલ વિનાના, માપસરના, દાંડા સાથે બંધાયેલા દંડાસણથી કાજો લેવો, બીજા કોઈથી નહીં.
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy