SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ મો-હો (વ્ય.) (1. શોક 2, ધિક્કાર 3. દયા 4. વિવાદ 5. સંબોધન 6. પ્રશંસા 7, અસૂયા 8. આશ્ચર્ય 9, આમંત્રણ 10. દૈન્ય) આજના વિજ્ઞાનની ટેકનોલોજી અને વિકાસ જોઈને આશ્ચર્યથી આંખો પહોળી થઈ જાય છે. મોંઢામાંથી અહો અહો શબ્દો નીકળી પડે છે. પરંતુ જેમના જ્ઞાન આગળ આજનું વિજ્ઞાન પણ પાણી ભરે છે. તેવા ત્રિકાલદર્શી જિનેશ્વર પરમાત્માએ શાસ્ત્રમાં એટલું અદભુત જીવ વિજ્ઞાન, પુદ્ગલ વિજ્ઞાન અને વિશ્વવિજ્ઞાન બતાવ્યું છે. જે વાંચીને તમારું મસ્તક તેમના ચરણોમાં ઝૂક્યા વિના નહિ રહે. તેમની પ્રશંસા માટેના બધા શબ્દો જ તમને વામણા લાગશે. ગોજા-ધરા () (કલહ). નિશીથ ચૂર્ણિમાં લખ્યું છે કે “માતાભન:શરળ અર્થાત ક્લેશ, કહલાદિ જે પ્રવૃત્તિ કરવાથી તમારો આત્મા ઉચ્ચગતિમાં જવાને બદલે નીચગતિમાં જવા યોગ્ય કર્મ બાંધે છે. તે પ્રત્યેક પ્રવૃત્તિ અધીકરણ છે. આત્માનો સ્વભાવ તો ઉર્ધ્વ ગતિમાં જવાનો છે. કિંતુ આપણે અશુભ પ્રવૃત્તિ દ્વારા પોતાના આત્માને નીચ ગતિમાં લઈ જવામાં કારણ બનતા હોઈએ છીએ. સહસ્રાવ-મધ:#ાથ (પુ.) અહોકાય - અધઃકાય (પુ.) * (શરીરનો નીચેનો ભાગ, નાભિથી નીચેનું અંતર) મહજિસ-ગતિ () (દિવસરાત, અહોરાત્રિ) દિવસ રાતનો ભેદ તો આપણા મનુષ્ય લોકમાં જ છે. પરંતુ અશુભ કર્મોના કારણે નરક ગતિને પ્રાપ્ત જીવો માટે દિવસ કે રાતની કોઈ વ્યાખ્યા જ નથી હોતી. સૂત્રકૃતાંગ સૂત્રમાં લખ્યું છે કે નરકમાં રહેલ જીવો દિવસને રાત સતત નરકના દુખોથી સંતપ્ત રહેતા હોય છે. તેઓ માટે એક ક્ષણ પણ વિરામની નથી હોતી. મહોતUT-મસ્તરા (1) (કલહ, કજીયો) ગોવા-મૂહોલાન (2) (આશ્ચર્યકારી દાન) જે પૂર્વે ક્યારેય ન આપ્યું હોય તેવું. તેમજ ઉત્કૃષ્ટ ભાવ સાથે સુપાત્રને જેદાન અપાય છે તે દાનને અહોદાન કહેવાય છે. તીર્થંકર ભગવંત કે અન્ય ઉત્કૃષ્ટતપસ્વી વગેરે મહાપુરુષને જ્યારે કોઈ જીવ આહારાદિદાન કરે છે. ત્યારે શાસન દેવો સોનૈયાની વૃષ્ટિ સાથે અહોદાનમ્ અહોદાનમ્ ની ઉદ્દઘોષણા કરતાં હોય છે. જીરણ શેઠ, ચંદનબાળા વગેરે તેના પ્રસિદ્ધ ઉદાહરણો છે. अहोदिसिव्वय-अदोदिग्व्रत ( न.) (દિશાવ્રતનો એક ભેદ) કઈ દિશામાં કેટલા અંતર સુધી જવુ તેનો નિયમ કરવો તે દિશિવ્રત કહેવાય છે. બારવ્રતધારી શ્રાવક ચાર દિશા, ચાર વિદિશા, ઉર્ધ્વદિશા અને અધોદિશા એમ કુલ દશેય દિશામાં નિશ્ચિત અંતર સુધી જવાનો નિયમ ધારણ કરનાર હોય છે. આ વ્રત નિરર્થક પાપારંભથી બચવા માટે ગ્રહણ કરવામાં આવે છે. મહોnf()-મહોમrfજન(ઉ.). (કમભાગી, બદનસીબ, અભાગી) આ દુનિયામાં એવા કેટલાય લોકો હોય છે. જેઓ સફળતા પ્રાપ્ત કરવા માટે બધા જ પ્રકારની મેહનત કરતાં હોય છે. છતા પણ તેમની મેહનત કરતાં તેમનું નસીબ બે ડગલા પાછળ ચાલતું હોય છે. માટે તેઓ કોઈદિવસ આગળ વધી શકતા નથી. નિષ્ફળતામાંથી 209
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy