SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય રીતે કોઈ પણ કાર્યની સિદ્ધિ તેના હેતુથી જ થતી હોય છે. પરંતુ કેટલાય કાર્ય એવા છે કે જે થયેલા દેખાય છે. કિંતુ તેની પાછળના હેતુ તર્કબદ્ધ પ્રાપ્ત થતા નથી. તેવા સમયે બધા પ્રકારનો ત્યાગ કરીને આગમને કે જિનેશ્વરભગવંતના વચનને પ્રમાણ માનીને કાર્યની સ્વીકૃત્તિ કરવામાં આવે તે અહેતુવાદ છે. મહેy- : (1) (આધાકર્મ આહાર, ગોચરીનો એક દોષ) જે આહારને ગ્રહણ કરવાથી સાધુને નરકાદિ અધોગતિમાં જવું પડે, એવા આહારને અધઃકર્મનું કે આધાકર્મ કહેવામાં આવે છે. માત્ર સાધુને ઉદ્દેશીને જે આહાર બનાવવામાં આવેલો હોય. તેવા આહારને ગ્રહણ કરીને વાપરવાથી સાધુને આધાકર્મ નામક ગોચરીનો દોષ લાગે છે. તેવો આહાર સાધુને અધોગતિમાં લઈ જવા માટે પર્યાપ્ત છે. એવું શાસ્ત્ર વચન છે. ગાય-ઝઘડા (પુ.) (શરીરનો નીચેનો ભાગ, કમરથી નીચેનું શરીર) अहेगारवपरिणाम-अदोगौरवपरिणाम (पु.) (અભિમાનવૃત્તિ) જે પરિણામના સ્વભાવથી જીવને અધોગતિમાં જવું પડે તેવું પરિણામ તે અધોગૌરવપરિણામ કહેવામાં આવે છે. અર્થાત્ અહંકારી સ્વભાવના કારણે જીવને દુર્ગતિમાં જવા યોગ્ય અશુભ કર્મોનોં બંધ થાય છે. તે અશુભકર્મનો સ્વભાવ જીવને દુર્ગતિનો ફળ પ્રાપ્ત કરાવનાર છે. આમ મૂળભૂત કારણ એવી અભિમાનવૃત્તિ તે અધોગૌરવપરિણામ કહેવાય છે. મહેશ્વર-લ્મથJર (પુ.). (બિલ વગેરેમાં રહેનાર સપદિ જીવ) શાસ્ત્રમાં છ આરાને અતિ ભયંકર અને કષ્ટદાયક બતાવવામાં આવેલ છે. તે કાળના જીવોની ઉંચાઈ માત્ર એક હાથ જેટલી. હશે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ વર્ષનું હશે. દિવસે સૂર્ય અગ્નિવર્ષા જેવો તાપ વરસાવશે અને રાત્રે ગાત્રને થીજાવી દે તેવી ઠંડી પડશે. તથા જેવી રીતે અત્યારે સર્પ, ઉંદર વગેરે જીવો બિલમાં રહે છે, તેવી રીતે તે કાળના જીવો બિલવાસી બનશે. अहेतारग-अदस्तारक (पु.) (પિશાચનો એક ભેદ, પિશાચ દેવની એક જાતિ) મહેપન્નવ-મ:Valiદ્ધા (3) (સર્પના નીચલા પેટળની જેવો સરળ). મહેબિન-વષય (ત્તિ.) (જે અવસ્થામાં રહેલ હોય તે અવસ્થાવાળું. જેના પર કોઈ પણ જાતનો સંસ્કાર કરવામાં નથી આવતો તે) છે જીવ હજુ સુધી ધર્મને સમજયો નથી. તે જ સારુ-ખરાબ, સ્વાદિષ્ટ કે અસ્વાદિષ્ટ, નવું-જૂનું, સુંવાળુ-ખરબચડું વગેરે ભેદભાવો કરતો હોય છે. તે દરેક વસ્તુમાં સારાની અપેક્ષા અને ખરાબની ઉપેક્ષા કરતો હોય છે. કિંતુ ધર્મતત્વને સમજનાર આત્માને જે પણ વસ્તુ જેવી સ્થિતિમાં પ્રાપ્ત થઈ હોય. તેને તે જ અવસ્થાવાળી સ્વીકારે છે. તેમ કરવામાં તેનું મન કે મોટું ક્યારેય બગડતું નથી. કિંતુ પ્રસન્નવદને પ્રત્યેક વસ્તુ અને પરિસ્થિતિનો સ્વીકાર કરનાર હોય છે. સત્તા -અધ:સત (સ્ત્રી) (તમસ્તમાં નામક સાતવી નરક) શાસ્ત્રમાં સાતેય નરકનું વિશદ વર્ણન કરવામાં આવેલું છે. તેમાં સાતમી નરકનું નામ તમસ્તભ પ્રભા છે. કહેલું છે કે નરકમાં અત્યંત ઘોર અંધકાર હોય છે. તેમજ ત્યાં દુઃખ આપવા માટે પરમાધામી નથી હોતા, કિંતુ તે નરકના જીવો એકબીજા સાથે વૈમનસ્યથી સતત લડતાં રહેતાં હોય છે. તથા ત્યા વૈતરણી નામક લોહી, માંસવાળી નદી છે. જેનુ દુર્ગધ અત્યંત અસહનીય હોય છે. આવી નરકમાં રહેનાર જીવોનું આયુષ્ય તેત્રીંસ સાગરોપમ પ્રમાણનું કહેલું છે.
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy