SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલા જ હોય છે. પરંતુ જે દિવસે આત્મા કર્મોનો સર્વથા ક્ષય કરે છે. ત્યારે તે પાંચેય શરીરનો પણ ત્યાગ કરીને નિરાકારપણે સિદ્ધશિલા પર વિરાજે છે. असरीरपडिबद्ध - अशरीरप्रतिबद्ध (त्रि.) (જેણે સર્વશરીરનો ત્યાગ કર્યો છે તે, સિદ્ધ) નહિ - અન્નાપા (.) (નિંદા, અપકીર્તિ) જગતમાં એક શાખ, ઇજ્જત, આબરૂ બનાવવામાં વર્ષોના વર્ષો કે પેઢીઓની પેઢીઓ ચાલી જાય છે. તે મેળવવા માટે અથાક પરિશ્રમ અને વિશ્વાસ કેળવવો પડતો હોય છે. પરંતુ એક એવું ખોટું ભરાયેલું પગલું ઉજમાળ કિર્તિને કોલસા જેવી મલિન અપકીર્તિમાં ફેરવી દે છે. અપકીર્તિની કિંમત તો તે જ જાણી શકે જેણે કીર્તિ મેળવવામાં પોતાના લોહી પાણી એક કર્યા હોય. असलिलप्पलाव - असलिलप्लाव (पुं.) (જલ વિના તરવું 2. જલ વિનાનું સ્નાન) સંસારી જીવો શરીરની શુદ્ધિ માટે જલથી સ્નાન કરતાં હોય છે. જ્યારે લોકોત્તર જીવન જીવનારા શ્રમણ અને શ્રમણી ભગવંતો આત્માની શુદ્ધિ માટે બ્રહ્મચર્યનું સ્નાન કરતાં હોય છે. જલસ્નાન માત્ર શરીરની જ શુદ્ધિ કરે છે. જયારે બ્રહ્મચર્ય સ્નાન તન, મન અને જીવનની શુદ્ધિ કરે છે. असलिलप्पवाह - असलिलप्रवाह (पुं.) (જલ વિનાનો પ્રવાહ) असवणया - अश्रवणता (स्त्री.) (ન સાંભળવું તે, શ્રવણનો અભાવ) મનુષ્યને કુલ પાંચ ઇંદ્રિય મળી છે. તે દરેક ઇંદ્રિયનો ઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે માણસના પોતાના હાથમાં હોય છે. માતાપિતા, ગુરુ કે ભગવાન તો દિશા ચિંધનારા રાહગીર સમાન છે. બાકી આંખેથી સારું જોવું કે ખરાબ, અધર્મને ન સાંભળવો અને ધર્મને સાંભળવો, જીભેથી સારું વચન બોલવું અને દુર્વચનનો ત્યાગ કરવો, દરેક પ્રકારના દુખોને સહન કરવા કે નહિ. તે બધું જ આપણે સ્વયં નક્કી કરવાનું છે. असव्वउज्झण - असद्व्ययोज्झन (न.) (અવ્યયનો ત્યાગ, અસત્માર્ગે ધનનો ત્યાગ કરવો તે) આપણો સમાજ વેપારી સમાજ કહેવાય છે. અને વેપારીનો એક ગુણ છે કે તે પોતાના ધનનો વ્યય એવા માર્ગે કરશે કે જેમાંથી તેને નફો મળે, જે સોદામાં તેને નુકસાન દેખાતું હોય તેનો તે સદંતર ત્યાગ કરે છે. તેમ સાચો ધર્મી તે જ છે કે જે પોતાની ભાવનાઓનો, પોતાની ક્રિયાઓનો, પોતાના ધનનો વ્યય એવા સન્માર્ગે કરશે જેથી ભવાંતરમાં તે સુખની પ્રાપ્તિ કરી શકે. જે અસવ્યયથી મતિ અને ગતિ બગડતી હોય તેવા વ્યયનો તે નિરો ત્યાગ કરનાર હોય છે. મરવ્ય - અર્વા () (જયાં સર્વનાશીપણું વિદ્યમાન નથી તે) જ્ઞાન કુલ બે પ્રકારના છે સર્વપ્ન અને અસર્વદ્. જે જ્ઞાન બધા જ પ્રકારના આવરણોનો નાશ કરીને આત્મપ્રત્યક્ષતાને પામેલ હોય તે જ્ઞાન સર્વન કહેવાય છે. જેમ કે કેવલજ્ઞાન. આ જ્ઞાન અનંતા ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનને એક સાથે નિઃશંકપણે સ્પષ્ટ જોઇ શકે છે. જયારે શેષ ચાર જ્ઞાન અસર્વનછે. તે જ્ઞાન નિયત કાળ કે શેત્રને જ જોનારા હોય છે. આથી તેઓ અસર્વપ્ન કહેવાય છે. અબ્રાહુ - અર્વા (ઉ.) (અસર્વજ્ઞ, છાસ્થ) 158
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy