SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ असम्मत्तपरीसह - असम्यक्त्वपरीषह (पुं.) (ત નામે પરીષહવિશેષ) કોઇ સાધક આત્મા એવું વિચારે કે હું સર્વ પાપસ્થાનોથી વિરાછું, ઉત્કૃષ્ટતપને આચરનાર છું અને સર્વથા નિઃસંગ છું. છતાં પણ, ધર્મ, અધર્મ, આત્મા, દેવ, નરકતો મને કાંઇ દેખાતું નથી. આથી આ બધું મિથ્યા છે. આવા પરિણામો ઉત્પન્ન થયે છતે પોતાના સદ્ભાવોથી આવા મિથ્યાવિચારોનું ખંડન કરવું જોઇએ. જેમ કે દેવો સુખાસક્ત હોવાથી તથા કોઇ પ્રયોજન ન હોવાથી તેઓનું આવવું અશક્ય છે. ક્રોધથી દુખદ પ્રત્યાઘાતોનો અને ક્ષમાથી સુંદર પરિણામોનો અનુભવ થાય છે. આમ અસદ્વિચારોને સદ્વિચારોથી પરાસ્ત કરવા તે અસમ્યક્તપરીષહ છે. માં -- સ્વયમ (અવ્ય.) (અન્ય, બીજું). મકરણ - ૩અRI (વિ.) (1. આધારરહિત 2. રક્ષણરહિત 3, એવું સંયમ જેમાં શરણ- ઘર ન હોય) બેંકમાં મોટું બેલેંસ છે. કરોડોનો બિઝનેસ છે. રહેવા માટે આલિશાન બંગલો છે. જેને પોતાના કહી શકાય તેવા સ્વજનો છે. ફરવા માટે ઓડી કાર છે. આટઆટલું હોવા છતાં પણ મનમાં કે જીવનમાં શાંતિ નથી. જ્યારે રોડ પર કાળી મજૂરી કરતાં મજૂર પાસે શરણું કહી શકાય એવું ઘર નથી. એક ટાઇમનું ખાવાનું મળ્યા પછી બીજા ટાઇમનું નસીબમાં છે કે નથી તેની પણ જાણ નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જવું પડે છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ તે મોજ અને મસ્તીથી જીવન જીવે છે. તેની પાછળ કારણ છે મજૂર હમેશાં વર્તમાનમાં જીવે છે. જયારે કરોડપતિ ભવિષ્યની ચિંતામાં વર્તમાનને ગુમાવે છે. असरणभावणा - अशरणभावना (स्त्री.) (સંસારમાં ધર્મ એ જ શરણ છે એવું ચિંતન, ભાવનાવિશેષ) શાસ્ત્રમાં બાર પ્રકારની ભાવના કહેવામાં આવેલ છે. તેમાંની એક ભાવના છે અશરણભાવના. આ સંસારમાં માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, પુત્ર, ઘર વગેરે કોઇ જ શરણ નથી. કેમકે દુર્ગતિમાં જતાં જીવને આમાંથી કોઇપણ બચાવી શકતું નથી. કોઈ બચાવી શકે એમ હોય તો એક માત્ર ધર્મ જ છે. આથી જગતમાં જો કોઇ ઉત્કૃષ્ટ શરણ હોય તો તે ધર્મ છે. આ પ્રકારના ચિંતનને અશરણભાવના કહેલ છે. असरणाणुष्येहा - अशरणाऽनुप्रेक्षा (स्त्री.) (જન્મ જરા મરણગ્રસ્ત સંસારમાં ધર્મ સિવાય કોઇ શરણ નથી એવું ચિંતન) 34 - મસા (2.) (જેની સમાન કોઈ નથી તે, અસમાન) પોતાના આશ્રિત માતાપિતા, બહેન, પત્ની, પુત્રાદિની ચિંતા કરીને તેમના માટે જીવનારા સાધારણ લોકો તો જગતમાં ઘણા મળી આવે છે. પરંતુ કુટુંબ અને સ્વજનોની માયા છોડીને, આખા જગત સાથે માયા બાંધનાર, પરોપકાર માટે પોતાનું સમસ્ત જીવન ન્યોછાવર કરનાર આત્માઓ તો વિરલ જ મળે છે. કુટુંબ માટે સંઘર્ષ કરનાર વીર હોય છે. પરંતુ જગતોપકાર માટે સંઘર્ષ કરનાર તો મહાવીર જ હોઇ શકે છે. આથી જ તેમની સમાન કોઇ હોઈ શકતું નથી. असरिसवेगग्गहण - असदृशवेशग्रहण (न.) (આર્યાદિમાંથી અનાર્યાદિ વેશભૂષા કરવી તે) મકર - માર () (શરીરરહિત, સિદ્ધ) શાસ્ત્રમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ એમ પાંચ પ્રકારના શરીર કહેલા છે. કર્મબદ્ધ આત્માને આ પાંચ શરીરમાંથી કોઇપણ શરીર વળગેલું જ હોય છે. વિગ્રહગતિમાં સંચરનાર આત્માને પણ છેવટે તૈજસ અને કાશ્મણ શરીર તો 157
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy