SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ વિઘાયમ (ન) - વિતિન (1) (અજ્ઞાત ક્રિયા, અજ્ઞાત કાય) સનેપાત નામક રોગથી પીડાતાં વ્યક્તિનો પોતાના મન, વચન અને કાયા પર કાબૂ ન હોવાથી અસંબદ્ધ ક્રિયા કરતો હોય છે. તેને પોતાને ખબર નથી હોતી કે પોતે શું કરી રહ્યો હોય છે. તેમ તીવ્રમોહાદિ કર્મોથી પીડાતાં આત્માનો પણ વ્યવહાર અસંબદ્ધ અને હાસ્યાસ્પદ જોવા મળતો હોય છે. જયારે તેના જ્ઞાનચક્ષુ ખૂલે છે ત્યારે જ તેને પોતાની અજ્ઞાત ક્રિયાનું ભાન થાય છે. अविण्णायधम्म - अविज्ञातधर्मन् (त्रि.) (1. જેણે ધર્મને નથી જાણ્યો તે 2. અવિરતસમ્યગ્દષ્ટિ) માત્ર શાસ્ત્રોના અધ્યયન, વ્યાખ્યાનોના શ્રવણ અને મૂર્તિઓના દર્શનથી માણસ જ્ઞાતધર્મી નથી કહેવાતો. આ બધી ક્રિયાઓમાં જ્યારે શુભ પરિણામો અને સહૃદયતાના ભાવો ભળે છે ત્યારે જ તે સાચા અર્થમાં જ્ઞાતધર્મી બને છે. નિશ્ચયનયની દૃષ્ટિએ તો યાવતુ અવિરતસમ્યગ્દષ્ટિ આત્માને પણ અવિજ્ઞાતધર્મી કહ્યો છે. अविण्णोवइय - अविज्ञोपचित (न.) (અજાણપણે કરેલ કમ). વિત - વિતર્જ (.) (ઉતર્યરહિત, અસદ્વિચારરહિત) સર્પ બિલમાં સીધો ચાલે તો જ તે પોતાના ઇચ્છિત સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. શાક કે ફળ પર ચાકુ સીધું ચાલે તો જ તે સુવ્યવસ્થિત ફળાદિને છેદી શકે છે. તેમ કુતકદિ દોષરહિત અને શ્રદ્ધાદિ ગુણોસહિત તત્ત્વોનો સ્વીકાર ઇષ્ટફળની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ બની શકે છે. વિત૬ - વિથ (.). (1. સત્ય, યથાર્થ, વાસ્તવિક 2, અવ્યભિચારી 3. સદ્દભૂત પદાથી ભગવતીસૂત્રના દસમાં શતકના પાંચમાં ઉદેશામાં કહ્યું છે કે “પૂર્વે અભિમત પ્રકારયુક્ત એવું સત્ય કોઈ વખત અનભિમત પ્રકારવાળું થાય તે વિતથ અર્થાત્ મિથ્યા છે. કિંતુ કાલાન્તરે પણ જે સત્ અર્થાન્તર ન પામે તે જ અવિતથ જાણવું.” માતા - વતીf (2.) (સંસારના પારને નહિ પામેલ, મોક્ષને નહિ પામેલ) ભક્તામર સ્તોત્રની પ્રથમ ગાથામાં માનતુંગસૂરિ ઋષભદેવની સ્તુતિ કરતાં કહે છે “હે પ્રભુ! જેની કાંતિએ નતમસ્તક દેવોના મુગટમાં રહેલ મણિઓ પ્રભાવિત થયા છે. તેવા આપના ચરણકમલ ભવસમુદ્રમાં ડૂબેલા સંસારના પારને નહિ પામેલ જીવો માટે સંસારને તરવા માટે આલંબનભૂત છે.” વિuિr -- સવિતf () (નહિ આપેલ, અણદીધેલું) ગામમાં કે નગરમાં, જંગલમાં કે જનપદમાં, અલ્પમૂલ્ય કે બહુમૂલ્ય, દિવસ હોય કે રાત હોય. સર્વથા અદત્તાદાનને વરેલા શ્રમણવર્યા માલિકે ન આપેલ વસ્તુને ક્યારેય પણ હાથ લગાડતાં નથી. સ્થાન કે વસ્તુનો અધિકારી પોતાની હાર્દિકભાવનાથી હર્ષપૂર્વક સાધુને સ્થાનાદિ આપે તો સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કર્યા પછી જ ગ્રહણ કરે છે. વિવિદ્ય -- "તિ (ઉ.) (અજ્ઞાત, નહિ જાણેલ) વિદુર - વિદ્યુત (2) (ઉપદ્રવરહિત જન્મ પામેલ) 1100
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy