________________ વળ - વિI (). (1. મિથ્યાત્વસહિત અજ્ઞાન, અતત્ત્વનું ગ્રહણ કરવું 2. ક્લેશનો એક ભેદ 3. કુશાસ્ત્ર) શાસ્ત્રોમાં કહેવું છે કે જયાંસુધી જીવ કદાગ્રહરૂપી અવિદ્યાના પાશમાં જકડાયેલો છે. ત્યાંસુધી તે અજ્ઞાનરૂપી ગાઢ અંધકારમાં અથડાયા કરે છે. તેમજ જે જીવો સમ્યજ્ઞાનરૂપી વિદ્યાને પામેલા છે તેઓ મૃત્યુને ઓળંગીને મોક્ષરૂપી અમૃતને પ્રાપ્ત કરે છે.' મfar - અવિના (કું.) (આદરનો અભાવ, અવિનય) પરમાત્મા મહાવીરદેવના સાનિધ્યને પામેલા બે આત્માઓ એક ગણધર ગૌતમ અને બીજો ગોશાળો. ગૌતમસ્વામી આવ્યાં હતાં પ્રભુને હરાવવા અને વીર આગળ હારીને પણ જીતી ગયાં. ઇતિહાસમાં વિનયશિરોમણી તરીકે ખ્યાતિ અને મોક્ષની પ્રાપ્તિ કરી. જયારે ગોશાળાને તરવા માટે ઉત્કૃષ્ટ હેતુભૂત પરમાત્મા મળવાં છતાં અવિનય અને શુદ્રોહના ઘોર પાપે ડૂબી ગયો. મલિmfસ () - વિનાશિન (3) (નાશ નહિ પામનાર) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે જ્ઞાનસારના અવિઘાષ્ટકમાં કહ્યું છે કે “જે જીવ આત્માને નિત્ય અને સંસારિક સંયોગોને અનિત્ય તરીકે જુવે છે. તેને મોહરૂપી ચોર કોઇપણ રીતે ઠગી શક્તો નથી.' વિMિછચ - વિનિશા (ઈ.) (પ્રમાણનો અભાવ, નિશ્ચયનો અભાવ) જેમ પ્રજ્ઞાચક્ષુને માર્ગનો નિશ્ચય ન હોવાથી દષ્ટિવાળા પુરુષને અનુસરે છે. તેણે દેખાડેલા માર્ગે ચાલે છે. તેમ જીવને જયાં સુધી સાચા તત્ત્વનો નિર્ણય કરવાની પ્રજ્ઞા નથી ખીલી, ત્યાં સુધી તત્ત્વોના હાર્દને પામેલા અને ગીતાર્થતાના ગુણને વરેલા ગુરુભગવંતને અનુસરવું જોઇએ. મલિય - મલિનત (શિ.) (વિનયરહિત) ઉત્તરાધ્યયનસૂત્રના અગિયારમાં અધ્યયનમાં લખ્યું છે કે “ઉત્કૃષ્ટતપસ્વી, ઉત્સર્ગમાર્ગે ચારિત્રનું પાલન કરનાર આત્મા પણ, જો શાસ્ત્રમાં કહેલ અવિનયાદિ ચૌદસ્થાનમાં વર્તી રહ્યો હોય તો મોક્ષની પ્રાપ્તિ ક્યારેય કરી શકતો નથી.' મવિયu (M) -- મલિનતાન (ઈ.) (અવિનીત આત્મા, વિનયરહિત આત્મા) વિUT - અવિસા (.) (અજ્ઞાનવશ દોષ સેવવો તે) દોષનું સેવન જાણતાં અને અજાણતાં એમ બે પ્રકારે થતું હોય છે. જાણતાં સેવાયેલા દોષનો દંડ વધુ અને અજાણતાં દોષ સેવાયો હોય તો તેનું પ્રાયશ્ચિત્ત અલ્પમાત્રામાં હોય છે. લૌકિક કાયદામાં પણ આપણે જોઇએ છીએ કે એક જ સરખો ગુનો કરનારમાં જો એક જણે જાણતાં ગુનો કર્યો હોય તો તેની સજા વધુ હોય છે. તેમજ અજાણતાં ગુનો કર્યો હોય તો તેની સજા ઓછી હોય છે. મલિઇવ - અતિસાર (શિ.). (અજ્ઞાત). શાસ્ત્રકથિત અભક્ષ્યોમાં એક પ્રકાર છે અજ્ઞાતનું અભક્ષણ. જે ફળ, શાક કે ફૂલ વગેરેના ગુણદોષ કે ભક્ષ્યાભઢ્યનું જ્ઞાન ન હોય તેવા અજ્ઞાત ફળાદિનું ભક્ષણ કરવું જોઈએ નહિ. અન્યથા પ્રાણહાનિ થવા સુધીનો પ્રસંગ સંભવી શકે છે. આથી જ પરમાત્માએ તેવા અજ્ઞાત ફળાદિનો નિષેધ કરેલ છે. 109