________________ અત્રમત્યુ - નતમસ્તુ (9) (નિષેધ કરનાર, પ્રતિષેધ કરનાર) મય - મક્ક (ઈ.) (વિછીનો ડંખ, વિછીનો કાંટો) વિછી અને દુષ્ટ પુરુષમાં કોઈ જાતનું અંતર નથી. તેઓ બન્ને હંમેશાં પાછળથી વાર કરનારા હોય છે. તેઓ મુખે મીઠા અને પૂંઠેથી તીખા હોય છે. અર્થાત્ વિંછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે અને કાપુરુષ સદૈવ મિત્રતાનો સ્વાંગ રચીને સજ્જનોનું દુષ્ટ કરનાર હોય છે. अलयभद्दा - अलकभद्रा (स्त्री.) (કૈલાશની પૂર્વદિશામાં આવેલ નગરી) ૩મતા - અન્ના (ઋ.) (કુબેરની નગરી) અત્રવ - અન્ના (3) (મૌનવ્રત ધારણ કરનાર, મૌનવ્રતી) કહેવાય છે કે શબ્દોમાં જેટલી તાકાત નથી હોતી તેનાથી કંઇઘણી શક્તિ મૌનવ્રતમાં રહેલી હોય છે. જે કાર્યો શબ્દો કે શારીરિક તાકત નથી કરી શકતી, તેવા અશક્ય અને અચિંતનીય કાર્યો કરવાની ક્ષમતા મૌનવ્રતમાં રહેલ છે. સુદર્શન શેઠના મૌનવ્રતના પ્રભાવે શાસનદેવીને તેમની પાસે આવવું પડ્યું અને શૂલીને સિંહાસન બનાવ્યું હતું. अलवणसक्कय - अलवणसंस्कृत (त्रि.) (વિશિષ્ટ સંસ્કારરહિત, મીઠાથી સંસ્કાર નહિ પામેલ) જે આહાર મીઠા વગરનો હોય તે સ્વાદ અને મોટું બન્નેને બગાડે છે. તેમ ચારિત્રમાં નાના નાના દોષોનો અત્યાગ સંયમજીવનને અને તેના પાલણહારના આત્માને દૂષિત કરે છે. મીઠાથી સંસ્કાર પામેલ ભોજન અને ચારિત્રના દોષોના ત્યાગવાળું સંયમ સદૈવ આદેય બને છે. અનH - અન્ન (વિ.). (1. આળસી, નિરુદ્યમી 2. ગંડોલ, અળસીયું 3. મંદ) હારેલો તે નથી કે જેણે સફળતા મેળવવા માટે કેટલાય પ્રયત્નો કરવા છતાં પણ કમનસીબે તેને નિષ્ફળતા જ સાંપડી હોય. સાચા અર્થમાં તો હારેલો તે જ છે કે જેણે સફળતા મેળવવા માટે કોઇ જ ઉદ્યમ કર્યો ના હોય. જે આળસીએ એમ માની લીધું છે કે મારા જીવનમાં કંઇ જ સારું નથી. તે સર્વોચ્ચતાના શિખરે પહોંચી શકવાનો નથી. વારેઘડીએ નીચે પડતો કરોળિયો પણ ઉપર ચઢવાના પ્રયત્નો છોડતો નથી. મત્ર - 7 (6) (વિશુચિકા નામક રોગ) ઉપાસકદશાંગાદિ આગમની ટીકામાં વિચિકાના લક્ષણ જણાવેલ છે. તેમાં લખ્યું છે કે જેમાં આહાર ઉર્ધ્વ નથી જતો, નીચે નથી જતો તેમજ પચતો પણ નથી. જે આળસી થઇને એક જગ્યાએ પડ્યો રહીને પેટમાં શૂળ ઉત્પન્ન કરે છે તે વિશુચિકા છે.' अलसमाण - अलसायमान (त्रि.) (આળસ કરતો). અર7 - અનાસક્ત (ર.) (કાપુરુષ, દુષ્ટ પુરુષ) - 59 -