SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય સંસ્કૃતિમાં ઈતિહાસ પૂર્વકાલથી કોષ સાહિત્યની પરંપરા ચાલી આવે છે. નિઘટે કોષમાં વેદની, સંહિતાઓનો અર્થ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વાસ્કની રચના ‘નિરુકલ’ માં અને પાણિનીના ‘અષ્ટાધ્યાયી” માં વિશાલ શબ્દસંગ્રહ જણાય છે. આ બધા જ કોષ ગધ લેખનમાં છે. | આના પછી પ્રારંભ થયો પદ્ય રચનાકાળનો. જે કોષ પધમાં રચાયા તેના બે પ્રકાર જોવા મળે છે. એક પ્રકારમાં ‘એકાઈકોષ’ અને બીજા પ્રકારમાં ‘અનેકાર્થ કોષ’.કાત્યાયનની ‘નામમાલા’ અને વાચસ્પતિની શબ્દાર્ણવ છે. વિક્રમાદિત્યની શGદાર્ણવ અને ભાગુરીની ‘ત્રિકાંડ' કોષ પ્રખ્યાત છે. કેટલાક પ્રાપ્ય અને અપ્રાપ્ય છે. ઉપલબ્ધ કોષોમાં 'અમરસિંહનો ‘અમરકોષ’ ઘણો જ પ્રચલિત છે. ધનપાલની ‘પાઈચ લક્ષી નામમાલા’ ર૦૯ ગાથા પ્રમાણ છે અને એકાર્ય શબ્દનો બોધ કરાવે છે. આ ગ્રન્થમાં 998 શબ્દોનું પ્રાકૃતરૂપ આપવામાં આવ્યું છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરજીએ “પાઈચ લચ્છી નામમાલા” ઉપર પ્રામાણિકતાની મહર લગાવી છે. એવી રીતે ધનંજય પંડિતે “અનેકાર્થનામમાલા'ની પણ રચના કરી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના ‘અભિધાન ચિંતામણિ’, ‘અનેકાર્થ સંગ્રહ’, ‘નિઘંટ સંગ્રહ’ અને ‘દેશી 'નામમાતા’ આદિ અનેક કોષ ગ્રન્થ પ્રસિદ્ધ છે. આ બધા કોષો વચ્ચે ‘અભિધાન રાજેન્દ્ર કોષ' ની અલગ જ વિશેષતા છે. એ વિશેષતાના કારણે જ આજે પણ સમસ્ત કોષ ગ્રન્થોમાં સિરમૌર કોષ બન્યો છે. સાચી વાત તો એ છે કે જેવી રીતે સૂર્યન દિપક દેખાડવાની જરૂરત નથી હોતી તેવી રીતે આ મહાન ગ્રન્થને પણ પ્રમાણિત કરવાની જરૂરત નથી લાગતી. સૂર્ય ખુદ પ્રકાશિત છે તેમગ્રન્થરાજ સ્વયમેવ જપ્રમાણિત છે. તો પણ તેની વિશેષતાઓને પ્રસ્તુત કરવાનું અપ્રાસંગિક નથી લાગતું. “અભિધાન રાજેન્દ્ર’ અર્ધમાગધી પ્રાકૃત ભાષાનો કોષ છે. ભગવાન મહાવીરના સમયમાં પ્રાકૃત લોકભાષા હતી. ભગવાન મહાવીરે આ ભાષામાં લોકોને ધર્મનો મર્મ સમજાવ્યો. આ જ કારણથી આગમોની રચના અર્ધમાગધી અને પ્રાકૃત ભાષામાં થઈ. આ મહાકોષમાં પૂજ્ય ગુરૂદેવે પ્રાકૃત શબ્દોનો મર્મ ‘અ કારાદિ ક્રમે સમજાવ્યો છે. પ્રાકૃત શહદનો અર્થ કરતી વખતે તેનું સંસ્કૃતરૂપ લિંગ, વ્યુત્પતિનું પણ જ્ઞાન કરાવ્યું છે. સાથે સાથે તે અર્થનો સન્દર્ભ પણ પ્રસ્તુત કર્યો છે. આ કોષમાં વૈજ્ઞાનિકતાની સાથે સાથે વ્યાપકતા પણ છે. જૈન ધર્મદર્શનનો કોઈ પણ વિષય આ કોષથી અછતો રહ્યો નથી. આ કોષમાં સ્યાદ્વાદ, ઈશ્વરવાદ, સપ્તનય, સપ્તભંગી, દર્શન, નવતત્ત્વ, અનુયોગ, તીર્થપરિચય આદિ સમસ્ત વિષયોની સપ્રમાણ જાણકારી છે. સત્તાવન સંદર્ભ ગ્રન્થો આ કોષમાં સમાવિષ્ટ છે. વૈજ્ઞાનિકતા અને વ્યાપકતાની સાથે સાથે આ કોષ સુવિશાલ છે. સાત ભાગોમાં પ્રકાશિત આ વિશ્વકોષ દસ હજાર પાનાઓમાં વિસ્તારિત છે. આ કોષમાં ધર્મ-સંસ્કૃતિ સંબંધી 60 હજાર શGદ અર્થ સહિત વ્યાખ્યા કરાયેલા છે. તેને પ્રમાણિત કરવા માટે ચાર લાખ શ્લોકો ઉધ્ધત કરવામાં આવ્યા છે. કોઈ એક માણસ આ ગ્રન્થને એકલો ઉપાડવાનું સાહસ કરતાં પહેલા વિચારશે. આ મહાગ્રન્થના પ્રારંભિક લેખનની પણ એક અલગ કથા છે. જે સમયમાં આ ગ્રન્થ લખાયો હતો, તે સમયમાં લેખન સાહિત્યનો પૂર્ણ વિકાસ થયો ન હતો. પૂજ્ય ગુરૂદેવે રાત્રિના સમયમાં ક્યારે પણ લેખનકાર્ય કર્યું નથી. કહે છે કે કપડાના નાના ટુકડાને સ્યાહીથી ગીલી કરી તેના પર કલમ ગીલી ફરી લખતાં હતાં. એક જ સ્થાન પર બેસીને આ ગ્રન્યા લખ્યો નથી. 14 વર્ષમાં ચાતુમાસ સિવાયના સમયમાં વિહાર કરતા હતા. માલવા, મારવાડ, ગુજરાતના પ્રદેશોમાં ઉગ્ર વિહાર કરીને પ્રતિષ્ઠાં, અંજનશલાકા, ઉપધાન આદિ અનેક ધાર્મિક અનુષ્ઠાનો સંપન્ન કર્યા, જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને તૃપ્ત કરી પ્રતિપક્ષીઓ દ્વારા મળેલા માનસિક સંતાપને પણ સહન કર્યો. સાથે સાથે ધ્યાન-તપસ્યા તો ચાલતી જ હતી. એવી વિષય પરિસ્થિતિમાં આ મહાન ગ્રન્થનું નિમણિ કર્યું છે. 14 વર્ષમાં એક જ વ્યક્તિ દ્વારા આ “વિશ્વકોષ’નું નિમણિ થવું એ આશ્ચર્ય છે. વિશ્વપુરુષ જ આ કાર્ય કરી શકે, શ્રીમદ્ વિજય યશોદેવસૂરિજી મહારાજ ‘અભિધાન રાજેન્દ્ર' અને તેના કતપ્રતિ પોતાના ભાવોલ્લાસ પ્રગટ કરતાં આજે પણ ‘અભિધાન રાજેન્દ્રકોષ’ મારો નિકટત્તમસહોદર છે. સાધનોના અભાવમાં આ મહાન કાર્ય સંપન્ન થયું, આ કોષનું અવલોકન કરતાં મારું મન આશ્ચર્યના ભાવોથી ઉભરાઈ જાય છે. મારું મસ્તક તેના કતના ભગીરથ પૂણ્ય પુરુષાર્થની આગળ ઝૂકી જાય છે, વીસમી સદીની અસાધારણ ઘટના કઈ છે તો મારી નજર આ વિશ્વકોષ તરફ જાય છે. અવલોકન કરતાં મારું મન આશ્ચર્યના ભાવોથી ઉભરાઈ જાય છે. મારું મસ્તક તેના કતનિા ભગીરથ પુણ્ય પુરુષાર્થની આગળ ઝૂકી જાય છે, વીસમી સદીની અસાધારણ ઘટના કઈ છે તો મારી નજર આ વિશ્વકોષ તરફ જાય છે. અવલોકના કરતાં મારું મન આશ્ચર્યના ભાવોથી ઉભરાઈ જાય છે. મારું મસ્તક તેના કતનિા ભગીરથ પુણ્ય પુરુષાર્થની આગળ ઝૂકી, જાય છે, વીસમી સદીની અસાધારણ ઘટના કઈ છે તો મારી નજર આ વિશ્વકોષ તરફ જાય છે.
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy