________________ અષ્ટમ પલ્લવ. 511 હે કેરલકુમાર ! લક્ષ્મીની સ્થિતિ તથા ચરિત્ર આવાં છે. મતિવંત પુરૂષ અનુકૂળતા હોય તેટલી જીરવી શકાય તે પ્રમાણે લક્ષ્મી ભેગવવી, અને કોઈને ભેગમાં પ્રતિબંધ કરે નહિ; કારણકે ઇંદ્રિયજન્ય સુખ પૂર્વકૃત કર્મના ઉદયથી જ મળે છે. “ભાવી ઉદય ફેડવાને કણ સમર્થ છે? વળી કરેલ કમ ભેગવ્યા વગર છુટતા નથી.” આ આગમનું વાક્ય સંભારીને કોઈને પણ પ્રતિબંધ કરે નહિ. વળી જે સ્વઉદય માટે ચિંતા કરે છે, તે પોતાની મૂઢ તાજ પ્રગટ કરે છે. ઉત્તમ પુરૂષોએ બંધની ચિંતા કરવી, પણ ઉ. દયની ચિંતા કરવી નહિ, કારણકે તે તે પ્રથમથી કરેલ હોય તેજ ઉદયમાં આવે છે. વળી સપુરૂએ પરપુરૂષમાં આસક્તિ રાખવાના સ્વભાવવાળી લક્ષ્મી તથા યુવતિ ઉપર અતિશય મૂછ કદિ પણ કરવી નહિ. શૌચને આગ્રહ રાખનાર સુચિદને પણ લક્ષ્મીએ રેષથી ત્યજી દીધે, અશુચિની ખાણ જેવા માતંગની સેવા તથા ઉપાસનાથી પણ તેનું દારિદ્ર ગયું નહિ; અહીં અને પરભવ દુઃખી છે. બીજા શ્રીદેવે ત્રણે યેગથી લક્ષ્મીને પૂજી, અચ, તે પણ તેને છોડીને ચાલી ગઈ, લક્ષ્મીએ તેને પણ ઠગે. ત્રીજો સંચયશીલ, તેણે મહારક્ષણ કરીને મહાયત્નથી લક્ષ્મીને સાચવી, તે પણ તે તેનાથી વિમુખ થઈ, ક્રોધે ભરાણી, અને તેને દુર્ગતિના કારણરૂપ થઈ. એ ભગદેવ, તેણે દાન દીધું, પરોપકાર કર્યો, અને યથેચ્છ ઉપભોગ પણ કર્યો, તેની ઉપર પણ લક્ષ્મી પ્રસન્ન થઈ નહિ; પરંતુ તેની સેવાથી શ્રમિત થઈ ગયેલી તે ઉદાસીનતા દેખાડવા લાગી; તેથી લક્ષ્મી સ્વભાવથી જ ચપળ છે તે કોઈને પણ પક્ષ કરતી નથી. જ્યાં સુધી પૂર્વે કરેલ પુણ્યને બંધ હોય ત્યાં સુધી જ તે ટકે છે, પછી ટકતી નથી. જિનેસ્વર ભગવંતના સિદ્ધાંતના ત જેણે સાંભળ્યા નથી, તેવા મનુ