________________ અષ્ટમ પલ્લવ. 500 મેક્ષે ગયા. ભગવતી પણ તેવી જ રીતે મેક્ષે ગઈ. હવે લક્ષમી રહિત થયેલે શ્રીદેવ દારિદ્રાવસ્થા પામીને દ્રવ્ય વિના વ્યાપારાદિક આજીવિકાના ઉપાય રહિત થયેલે ઉદરવૃત્તિ કરવા માટે પારકાને ઘેર ઉચ્ચ નીચ કર્મો કરવા લાગે તે ગમે તેમ આજીવિકા કરતું હતું, પણ ત્રણે કાળ લક્ષ્મીની પૂજા કરતે હતે. લેકે શ્રીદેવની સધન અને નિધન બંને અવસ્થા જોઈને તેને કહ્યું કે–“અરે શ્રીદેવ! તેં ત્રણે કાળ ત્રિકરણ શુદ્ધિથી અન્ય દેને ત્યજી દઈને ભક્તિના સમૂહથી જે દેવીને પૂજી, અચીં તે તારી, લક્ષમદેવી ક્યાં ગઈ? કેમ તે તને સહાય કરતી નથી? પહેલાં તે તું ઉંચા હાથ કરીને બેલતે હતું કે–“મારે તે એક લક્ષ્મીદેવીજ માનનીય પૂજનીય છે, બીજા કોઈ દેને હું નમસ્કાર પણ કરીશ નહિં.' તે લક્ષ્મીદવી કયાં ગઈ ?" આ પ્રમાણે એકે મશ્કરી કરી, એટલે બીજો બેલવા લાગ્યું કે–“અરે ભાઈ! તું એમ કેમ બેલે છે? તેના ઉપર તે લક્ષ્મીએ મોટી મહેરબાની કરી છે. ઘણા વ્યાપારાદિકમાં વ્યગ્રતાથી લક્ષ્મીનું ધ્યાન કરવામાં અંતરાય તે હત, તે દેખીને લક્ષ્મીએ વિચાર્યું કે–“મારી ભક્તિમાં પરાયણ થયેલ આ શ્રીદેવને આ સર્વ વ્યાપાર વિગેરે ધ્યાનમાં અંતરાય કરાવનાર થાય છે, તેથી તેને અંતરાય કરનાર સર્વ મારે હરી લેવું, જેથી તે મારું અવિરહિતપણે વિલંબ વગર ધ્યાન કર્યા કરે. તેથી શ્રીદેવી તે તેના ઉપર બહુજ પ્રસન્ન છે. તેની કૃપાથી તે તેનું સર્વ નાશ પામ્યું ! તું તે શું જાણે? લક્ષ્મી તો આની પરીક્ષા કરે છે. થોડા દિવસમાં જ મોટા વરસાદની જેમ તેને ઘેર ધનની વૃદ્ધિ થશે !! " આ પ્રમાણે લેકે મશ્કરી કરતા હતા તે શ્રીદેવ સાંભળો હતો. નિર્ધનપણથી કાંઈ ઉત્તર દેવાને શક્તિમાન નહોતું, પણ મનમાં મહા ખેદ ધારણ કરતા હતા, આ પ્રમાણે દુઃખથી નિર્વાહ