________________ ચતુર્થ પલ્લવ. 171 કાળકુટ વિષની જેવા ઉત્કટ અને મહા અનર્થ કરનારા તમારા અનિમેષ નેત્રેવડે મૂકાયેલા કટાક્ષો પણ શ્રી જિનવચનરૂપી વાક્યામૃતથી સિંચાયેલા મારા હૃદયને જરા માત્ર પણ પીડા કરે તેમ નથી. હે હરિણચને ! તમારા કાલાકાલા કામેત્પાદક વાકરૂપી હરણે જેમાં બ્રહ્મચર્યરૂપ સિંહ જાગ્રતપણે બેઠેલે છે, તેવી મારી મનરૂપી ગુફામાં પ્રવેશ કરવા બીલકુલ સમર્થ થનાર નથી. વળી તમારા વિચિત્ર પ્રકારની વિકૃતિથી યુક્ત કામોત્પાદક વાળે મારી મરથરૂપી ભીંતને બીલકુલ ભેદી શકનાર નથી, કારણકે શિરીષ પુષ્પને સમૂહ શું પત્થરની ભીંતને ભેદી શકે છે? હે વામજ઼! બહુ ઉત્તમ તથા રસયુક્ત એવી તમારી વિભ્રમરૂપી વર્ષાદની ધારા પણ મારા ચિત્તરૂપી ઉખરભૂમિમાં જરા પણ રાગરૂપી અંકુરા ઉત્પન્ન કરી શકનાર નથી. હે વાભાક્ષિ! દાવાનળની જેવા દુઃસહકામવિકાર યુક્ત અને અન્યના ચિત્તમાં વિકાર તથા કામ ઉત્પન્ન કરે તેવા તમારા હાવભાવે પણ આગમરૂપી સમુદ્રમાં સ્નાત થયેલા મને તપાવવાને બીલકુલ સમર્થ થનાર નથી. હે ભોળી ! હે મુગ્ધ ! નરકનાં અતિશય તીવ્ર દુઃખમાં પાડનાર પરનારીની પ્રીતિથી પરાભુખ થયેલા મને સૌધર્માદિ દેવલેમાં રહેનારી રંભા કે તિજોત્તમા વિગેરેના શૃંગારયુક્ત સર્વ પ્રયાસે પણ ચળાવવા સમર્થ થાય તેમ નથી, તેનાં તેવાં સર્વ આરંભે પણ નિષ્ફળ જાય તેમ છે, તે પછી તમારી જેવાની તે શી ગણત્રી? શે હિંસાબ? નરકમાં રહેલી જવાળાઓની શ્રેણુંઓની સંગતિથી જે દુઃખ ઉત્પન્ન થાય છે તેનાથી ભય પામેલી ચેતનાવાળા કે પુરૂષ એ છે કે જે પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન થયેલ ખાળકુવામાં રહેવારૂપ આ ભવમાંજ ઉત્પન્ન થયેલ દુઃખ