________________ 170 ધન્યકુમાર ચરિત્ર શરીરના સંગમરૂપી અમૃતકુંડમાં કૃપા કરી સ્નાન કરાવો. “મારૂં ઇચ્છિત પૂર્ણ કરવાને તમે જ એક સમર્થ છો’ એમ માનીને તથા તમારા ગુણે ઉપર મારૂં ચિત્ત આકર્ષવાથી મોહ પામીને હું તમને પ્રાર્થના કરું છું. મારી આશા તમારે અવશ્ય પૂર્ણ કરવી જ પડશે. કેમકે પ્રાર્થનાને ભંગ કરે તે તે મેટું દૂષણ ગણાય છે– તે આપ જાણે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - तृणलघुकस्तुषतुलकः, तथैव लघुकाद् मार्गणो लघुकः / प्रार्थकादपि खलु लघुतरः, प्रार्थनाभङ्गः कृतो येन // સૌથી હલકું તૃણ છે, તેનાથી રૂ વધારે હલકું છે, રૂ કરતાં પણ પ્રાર્થનાને કરનારે હલકે છે, અને તેના કરતાં પણ પ્રાર્થન નને ભંગ જે કરે છે તે વધારે હલકે છે.' છે એટલા માટે તમને સુખ ઉપજે તેવી રીતે મારી સાથે કામભેગ ભોગવીને–રતિક્રીડા કરીને મારા શરીરમાં ઉત્પન્ન થયેલે દાહ શમાવી શાંત કરે."" ( આ પ્રમાણેના તેનાં વચને સાંભળીને પરનારીથી પરાભુખ ધન્યકુમાર સાહસ તથા ધર્મનું અવલંબન કરીને ગંગાદેવી પ્રત્યે બેભે–હિ જગતમાન્ય! હે માતા ! હવે પછી તમારે આવા પ્રકારનું ધર્મવિરૂદ્ધ વાક્ય ઉચ્ચારવું નહિ. તમારા હૃદય અને સ્તનરૂપી રાક્ષસેએ કરેલા વિક્ષોભથી મારું મન જરા પણ ભય પામતું નથી, કારણ કે મારું મન વિકલ્પરૂપી શત્રુસમૂહને નાશ કરનાર શ્રી જિનેશ્વરના આગમમાં કહેલ બ્રહ્મચર્યરૂપી મહામંત્રથી પવિત્ર થયેલું છે. બ્રહ્મચર્યની નવવાડોરૂપી બખ્તરવડે હું સજિત થયેલ છું, તેથી દુર્નિવાર્ય એવા પણ તમારા કામરૂપી અસ્રોવડે મારે વ્રતરૂપી કિલ્લે ભેદી શકાય તેમ નથી. વળી