SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પહુવા જે દેવું બેડુંક હોય તે જલદી આપી શકાય છે. તારા પિતાશ્રી પણ આમ કરવાથી અમારા ઉપર ખુશી થશે કે-“મારા પુત્રને નાને 1 સમજીને તમે ડું દ્રવ્ય રેકાય તેજ વેપાર કરાવ્યું. માટે આ માટીના લટકા લઈને તારું કાર્ય સિદ્ધ કર. તારું કલ્યાણ થશે.” આ પ્રમાણે સાંભળી ધન્યકુમારે શિષ્ટાચાર પ્રમાણે જવાબ આપે કે-મોટા વડિલે તે આવા જ જોઈએ, આપ જેવા વૃદ્ધો તે બાળકોને હિતકારી શિખામણ આપે, આપના જેવા વડિલેની કૃપાથી હારા સર્વ મનોરથ પૂર્ણ થશે.” આ પ્રમાણે મિષ્ટ વાક્યોથી તેમને રાજી કરીને વિસર્જન કર્યા. પછી ધન્યકુમાર વિચારવા લાગે કે આ લોકોની સ્વાથપરાયણતા તથા દાંભિકતાની તે હદ થઈ. મને બાળક સમજીને કેવી ઠગાઈ કરવા તૈયાર થઈ ગયા ! પરીક્ષા કરવામાં મૂઢ આ વેપારીઓ આ નકામી ચીજ છે એવી બુદ્ધિથી સર્વ લટકાઓ મારે માથે ઓઢાડી ગયા છે. સંસારમાં સ્વાર્થ વિના કોઈનું સગું નથી. મેં તે ગુરૂદેવની કૃપાથી સહેજમાં લાભ મેળવ્યું છે.' આ પ્રમાણે વિચારી વસ્તુપરીક્ષામાં હુંશિયાર ધન્યકુમાર તે લટકાઓ લઈને ઘરે આવ્યા. અહીં ત્રણે મોટા ભાઈએ પિતા પાસે જઈને ધન્યકુમારની મુખતા માટે હસીને કહેવા લાગ્યા કે—“પિતાજી ! જુઓ, તમારા શાણા પુત્રની વેપાર કરવાની કુશળતા ! જુદા જુદા દેશની, વિચિત્ર પ્રભાવવાળી, મળી ન શકે તેવી, આ દેશમાં આગળ કદિ નહીં જોયેલી, ભારે મૂલ્યવાળી, આગળ સાંભળેલી પણ નજરે જોયેલી નહિ તેવી ભાગ્યથી જ પ્રાપ્ત થઈ શકે તેવી અસંખ્ય વસ્તુઓ તે વહાણમાં હતી, તેમાંથી જેઓ વેપારની લેવડ
SR No.032867
Book TitleDhanyakumar Charitra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorGyansagar Gani, Ratilal Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1922
Total Pages748
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy