SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અસારતા-ભયાનક્તા સાંભળવા મળે, એના તરફ દૃષ્ટિ જાય, પછી એમણે ઉપદેશેલા ધર્મની અર્થાત્ દયાદાન-શીલ-તપ વગેરેની સાધના કરતા ચાલે, એમાં આ વિષયરાગ કાંઈક મેળ પડતો જણાય, સ્વાર્થવશ જીવની અમર્યાદ હિંસા કર્યે જતા હતા, એમાં હવે દયાના માર્ગે ચાલે, એટલે સહેજે એટલા સ્વાર્થના વિષયને હિંસાથી પિષવાનું બંધ કર્યું. વિષય-પુષ્ટિને બદલે દયાને વહાલી કરી. એ જ અતિ ગાઢ વિષયરાગ પર ઘા પડે. આ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે. આની જે કિંમત સમજાય તે લાગે કે ધંધ-ધાપિ ભલે લાખ રૂપિયા પણ કમાવી આપતે હોય, છતાં એમાં શું ખુશી થવાનું? ધંધાથી ખુશી થવાનું નહિ કેમકે એમાં અનાદિને વિષયરાગ કાલે-કૂલે છે, ને એ ધંધે-ધાપે દયા વગેરે ધર્મને ભુલાવી દે છે. માટે તો અજ્ઞાન માણસ કહે છે ને કે “ધંધામાં દયા–બયા ન જોવાય.” આવાને ધર્મ ક્યાં સ્પશે? વાત આ છે - ધર્મનું લૌકિક ફળ - પૌગલિક પૈસા ટકા વગેરે ફળ ભલે પ્રત્યક્ષ નથી, કિન્તુ ઝેરી વિષયરાગ કાંઈક પણ ઓછું થવાનું ફળ પ્રત્યક્ષ છે. વિષચરાગને હાસ એ ધર્મનું પ્રત્યક્ષ ફળ છે. કિન્તુ આ રાગને હાસ થવાનું ફળ કેને ગમે?
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy