SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ આત્મામાં જે જે સારું ઊભું કરી શકે, એમાં પહેલા નંબરે છે મનની પવિત્રતા. અનાદિ કાળથી આત્મામાં રાગાદિની નરદમ મલિનતા-અશુદ્ધતાઅપવિત્રતા ભરી પડી છે. રાગાદિ એ આત્માને ચરે છે, મળ છે. સહજ મળ એટલે? - જ્ઞાની ભગવંત એને અનાદિ સહજ મળ કહે છે. આમાં મુખ્ય જે મળ છે નિબિડ વિષયરાગ, એ આંધળે વિષયરોગ કે આત્માને મેક્ષ તરફ કશી દૃષ્ટિ જ નહિ. સરિયામ કલેશેથી ભરેલા સંસારમાંથી માથું ઊંચું કરીને મોક્ષ જેવી કોઈક વસ્તુ છે એ જોવાની ય કઈ વાત નહિ, પછી એના માટે પ્રયત્નની તે વાતે ય શી? એ તે અતિ ગાઢ વિષયરોગવશ લૌકિક ફળ પૌગલિક ફળને જ જોયા કરવાની લત રખાવ્યા કરે, તેથી ધંધાની જેમ ધર્મમાં આ ફળ જોવા માગે, ને તે ન દેખાય એટલે ધર્મ પર ધંધાના જેવું વહાલ ક્યાંથી થાય? જ્યારે, ખરેખરે ધર્મ હૈયામાં આ વિષયેની અસારતા અને ભયાનકતાનું સહેજ પણ ભાન ઊભું કરે છે, ને ધર્મનું એ પ્રત્યક્ષ ફળ છે. તમે સંત સાધુ–પુરુષને ઉપદેશ સાંભળે એમાં સંસારના વિષયે અને સંસારની માયાજાળની
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy