________________ નેચર પોલિસીના અનુસંધાનમાં જ આ પોલિસી થોડી આગળ વધે છે. છેલ્લે જણાવ્યું કે ક્રોધ કરવાના બદલામાં આપણે ઘણું ચૂકવવું પડે છે. મોહરાજા પાસેથી ક્રોધ આપણે ઉછીનો લઈએ છીએ. બેંક પાસેથી 10 લાખની લોન લીધા પછી જો કશું જ ચૂકવવામાં ન આવે તો હાલત શું થાય ? ઘરબાર-દુકાન બધું વેચાઈ જાય. રસ્તે રખડતા ભિખારી જેવી હાલત થઈ જાય. તેમ કર્મસત્તા પણ આપણું ધનોતપનોત કાઢી લે, જો તેની પાસેથી ક્રોધની લોન લેવામાં આવે તો. આ વાતને થોડા જુદા એંગલથી વધુ વિસ્તારથી સમજીએ. કોઈ પણ બેંક પાસેથી તમે લોન લો એટલે એનું વ્યાજ ભરવું પડે, હપ્તા ચૂકવવા પડે. 10 લાખ રૂપિયાની તમે લોન લો. પાંચ વર્ષમાં ર૦ લાખ રૂપિયા આપવા પડે ને ! પાંચ વર્ષમાં જૂના 10 લાખ રૂપિયાના જલસા કરી નાખ્યા પછી જ્યારે બેંકની 20 લાખ રૂપિયાની વસૂલી આવે ત્યારે ધનોતપનોત નીકળી જાય. બેંક બધું ય હડપ કરી જાય. મતલબ કે દુનિયામાં પણ બેંક પાસેથી જે લો છો તે લોન રૂપે લો છો. પછી તે રૂપિયા પૂરેપૂરા વ્યાજ સાથે ચૂકવવા પડે છે. 61.