________________ વહુ કે ઘરની બીજી કોઈ વ્યક્તિ દોડતી-દોડતી જતી હોય અને એનો ઠોસો તમને લાગે, તમારા હાથમાં રહેલો ચાનો કપ ઢોળાઈ જાય, તમારા કપડા ખરડાય, તમારો ગુસ્સો આસમાને આંબે એ વખતે એના પ્રત્યે સરસ્વતી વહાવાની શરૂ કરતા પહેલાં એના મૂળ સુધી તપાસ કરવાની તસ્દી તમે લીધી છે ? શું એવું ન બની શકે કે ઘરમાં સાપ નીકળ્યો હોય કે અંદર દૂધ ઉભરાતું હોય કે બિલાડી દૂધ બોટી જતી હોય તે માટે દોડવું અનિવાર્ય હોય ? કદાચ એવું પણ હોય કે તમે જ રસ્તાની વચ્ચોવચ્ચ એવી રીતે બેઠા હો કે જેના કારણે ત્યાંથી અવર-જવર કરનારને તમે નડતા હો. તો પણ ઠોસો લાગે. જુઓ, આવા સમયે ઉપરોક્ત કોઈ કારણ હાજર હોવા છતાં તમે ગુસ્સો કરી બેસશો અને સામેવાળી વ્યક્તિ તમને તે કારણ જણાવશે તો પણ તમે તે સ્વીકારી નહીં શકો. તમે વધુ ગુસ્સો કરશો. કદાચ તમારા પુણ્યોદયથી સામેવાળી વ્યક્તિ કશું બોલશે નહીં તો પણ તેને તમારા માટે ભારે દુર્ભાવ પેદા થશે. પછી થશે એવું કે જ્યારે ખરેખરી તમારે જરૂરત હોય ત્યારે પણ તે તમારું સાંભળશે નહીં, તમને ગણકારશે નહીં. એ વખતે તમને લાગશે કે “આ મારું સાંભળતો નથી.” પણ વાસ્તવમાં આવા કેટલાય પ્રસંગોએ એનું મન ખાટું થઈ ગયું હોય પછી તમારી વાત એ શું સ્વીકારે ? એટલું નક્કી કરી રાખો કે - જ્યારે પણ, જે પણ કારણે તમને ગુસ્સો આવે છે ત્યારે તે કારણના મૂળમાં તપાસ કરો. તેનું મૂળ તપાસો. તેનાથી તમે પરિસ્થિતિને સમજી શકશો. કદાચ તેનાથી તમને પણ સમજાઈ જશે કે આ પરિસ્થિતિમાં સામેવાળાનો વાંક નહીંવત્ છે. જુઓ, આખરે આપણી સામે બનતી સારી કે નરસી તમામ પરિસ્થિતિ પાછળ કર્મ જ મુખ્ય રીતે ભાગ ભજવતું આવ્યું છે. માટે, સામેવાળી વ્યક્તિને દોષ આપવાના બદલે સ્વને જ કે પોતાના કર્મને જ દોષ આપવાનો છે. છતાં કદાચ છેક કર્મ સુધી વિચારવાની તૈયારી 25