SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઘરાક ઉપરનો ગુસ્સો કદી તમે તમારા દીકરા ઉપર તો નથી ઉતાર્યો ને ? જો આમાંનું કશું પણ તમારા દ્વારા થયું હોય તો સ્વાભાવિક છે કે દીકરો ઉદ્ધત થવાનો. જે વાત તમે વાત્સલ્યથી સમજાવી શકતા હતા ત્યાં પણ જો તમે કરડાકી જ કરી હોય તો તમે દીકરા પાસે સૌજન્ય ભરેલા વ્યવહારની આશા શી રીતે રાખી શકો ? જ્યારે તમારા પિતાજી તમારું વારે વારે અપમાન કરતા હોય ત્યારે તમને તેમના ઉપર ગુસ્સો આવે છે. તમારા બાપુજી તમારા ભાઈ ઉપર પક્ષપાત કરતા હોય ત્યારે પણ તમને ગુસ્સો આવે છે.. આ વખતે વિચારો કે - શું મેં મારા બાપુજીને યોગ્ય આદર અને કદર આપ્યા છે ? શું તેમની ઈચ્છા ખાતર મારા નકામા શોખને છોડવા હું તૈયાર થયો છું ખરો ? શું તેમની પાસે હું સુપુત્ર થઈને રહ્યો છું ખરો ? જો ના, તો પછી ઉક્ત પરિસ્થિતિનું નિર્માણ થાય તેમાં શી નવાઈ ? આ રીતે દરેક કૌટુંબિક સંબંધમાં વિચારી શકો છો ! જ્યારે નોકર પણ તમારી વાત જલદી માનવા તૈયાર નથી થતો ત્યારે તમને ગુસ્સો આવે છે. એ વખતે વિચારો કે આના મૂળમાં શું? શું ક્યારેય તમે એને બક્ષિસમાં 50-100 રૂપિયા આપ્યા છે ? ક્યારેય તમે એને પ્રશંસાના બે શબ્દ સંભળાવ્યા છે ? એની એક પણ ભૂલ જતી કરવાની તમે તૈયારી બતાવી છે ? એની એક પણ ભૂલ એવી નથી કે જ્યારે તમે એને ખખડાવ્યો ન હોય. તો પછી કોઈક સારું કામ એણે કર્યું હોય ત્યારે એની પ્રશંસા કરવી તમારી ફરજ તમે બજાવી ખરી ? જો આમાનું કશું પણ કારણ સાચું હોય તો પછી તેના દુર્વ્યવહારની ફરિયાદ કરવાનો તમને અધિકાર ખરો ?
SR No.032825
Book TitleGhar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherDivya Darshan Trust
Publication Year2014
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy