________________ છે, અદ્ભુત ચિત્ર સર્જવાનું છે. તેમાં ક્રોધાદિ ધૂળ સખત બાધક છે. ટૂંકમાં, પેઈન્ટર પોલિસી એટલું જ કહે છે કે - જેમ અદ્ભુત કલાકૃતિનું, ચિત્રનું સર્જન કરતા ચિત્રકાર માટે ધૂળથી દૂર રહેવું અનિવાર્ય છે, આજુબાજુની જગ્યા સ્વચ્છ હોવી જરૂરી છે તેમ અદ્ભુત ચિત્રનું સર્જન કરવા માટે ક્રોધાદિથી દૂર રહેવું આત્મા માટે જરૂરી છે. બાકી મહામહેનતે દોરેલી સુંદર કલાકૃતિ બગડી જતા વાર નથી લાગતી. ચલો ! આજથી જ ક્રોધનો એક અંશ પણ મનને લાગી ન જાય તેની તકેદારી રાખવામાં લાગી જઈએ.” પેઈન્ટર પોલિસીના આ સંદેશાને આત્મસાત્ કરવા દ્વારા ક્રોધથી મુક્ત બની વહેલી તકે મનની સુંદર કલાકૃતિનું નિર્માણ થાય, શાંતિ અને પ્રસન્નતા હાથવગી થાય - એ જ કામના. પોતાના ગુસ્સાને વ્યાજબી ઠેરવવાની વૃત્તિથી ગુસ્સો વધુ બળવાન થાય છે, જે સર્વનાશ તરફનું પ્રથમ પગથિયું છે.) - ઈયન ગાર્ડનર. 408