________________ તમારું દુષ્ટ મન તેને તો તમે ખતમ જ કરી રહ્યા છો ! આ કેવી ઉન્નત વિચારધારા ! કામ, ક્રોધ, વાસના, લાલસા, નિંદા, તિરસ્કાર વગેરેથી દુષ્ટ થયેલું મન એ જ જો દુશ્મન તરીકે લાગે તો ગુસ્સો કરાય કોના ઉપર ? ગુસ્સો કરવો જ હોય તો આવા પ્રકારના આપણા જ દુષ્ટ મનની ઉપર કરો કે જેથી એની દુષ્ટતા ધોવાઈને જ રહે. આપણી અંદર રહેલા કામ-ક્રોધાદિ દોષો જ આપણા દુશ્મન છે કે જેણે આપણને અનંત કાળ ભવચક્રમાં રખડાવ્યા છે. ભારે વેદનાઓ આપી છે. ખરા દુશ્મન તો એ છે. યુદ્ધ કરવું હોય તો આની સાથે કરો. કામ-ક્રોધાદિ એક એક શત્રુઓને મૂળથી ઉખેડીને ફેંકી દો. બહારના દુશ્મનો સાથે શા માટે લડાઈ કરો છો ? તાકાત જ અજમાવવી હોય તો એક વાર ક્રોધને જડમૂળમાંથી ઉખેડીને ફેંકી તો દેખાડો ! બહારના હજારો દુશ્મનોને એકલે હાથે ખતમ કરવા કરતાં પણ અંદરના એક દુશ્મનને ખતમ કરવો અઘરો છે. ઉત્તરાધ્યયન સૂત્રકાર એટલે જ ફરમાવી રહ્યા છે એ હજી મળી. अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ / તારા આત્માની સાથે જ યુદ્ધ કર, બહાર યુદ્ધ કરવાથી સર્યું! ક્રોધાદિથી દુષ્ટ મન એ જ દુશ્મન છે' - આવું અંદરથી સ્વીકારાય છે ખરું ? જૈન શાસનમાં પ્રવેશ મળ્યો એટલે આપણે સહુ સાધક થયા. જે મોક્ષમાર્ગને સાથે તે સાધક. સાધકના મનમાં કામક્રોધાદિ એક પણ શત્રુ ન શોભે. એણે તો મનને એકદમ સાફ રાખવું જ રહ્યું. જેમ વાસણ વગેરેની દુકાનમાં ધૂળ ઉડતી હોય તો નુકસાન નથી. પણ, પેઈન્ટરે તો ધૂળથી સતત સાવચેત રહેવું પડે છે. એના માટે સફાઈ અનિવાર્ય છે. બાકી ઉડતી ધૂળ એના ચિત્રને બગાડ્યા વિના રહે નહીં. મતલબ કે પેઈન્ટરની દુકાનમાં ધૂળ હરગિઝ ન ચાલે. તેમ સાધકના મગજમાં પણ ક્રોધાદિની ધૂળ બિલકુલ ચાલી ન શકે. સાધક પેઈન્ટર જેવો છે. માનવભવાદિ ઉત્તમોત્તમ સામગ્રી સાધનાનું પેઈન્ટીંગ કરવા માટે મળી છે. હવે, તેમાં ક્રોધાદિ ધૂળ પ્રવેશે તો એ ચિત્રને બગાડ્યા વિના ન રહે. આત્મામાં અદ્ભુત કલાકૃતિનું સર્જન કરવાનું 407