________________ મારા વિકાસ માટે છે, વિનાશ માટે નહીં' - આવી વિચારધારા અપનાવી શક્યા તો ખરેખર, દુઃખમાં ય પ્રસન્નતા અકબંધ જળવાઈ રહેશે. ક્રોધ ઓસરી જશે. અચાનક ટપકી પડેલા દુઃખના પ્રસંગોમાં માણસ ક્રોધી થઈ જતો હોય છે. કારણ કે સુખમાં કાપકૂપ એને માન્ય નથી. તેથી દુઃખ એને પસંદ નથી. દુઃખનો સત્કાર કરતા આવડે તો મનની પ્રસન્નતા અકબંધ જળવાઈ શકે. તો જ ખરા અર્થમાં દુઃખ, સંકટ તમને લાભકારી થઈ જાય. જીવનમાં જે પણ દુઃખ આવે છે, સુખની સામગ્રીમાં જે કાપકૂપ થાય છે, તે મારા હિત માટે છે - આવો વિશ્વાસ એક વાર અંતરમાં જગાવો. પછી, કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્નતા જાળવવી સરળ થઈ પડશે. સુગંધી પુષ્પોથી મઘમઘતા અને મીઠા ફળોથી લચી પડેલા ઉપવનને સતત નજરમાં રાખશો તો જીવનમાં આવતી કાપકૂપો ઉપકારી જણાશે. ટૂંકમાં, આ “ગાર્ડન' પોલિસી એટલું જ કહેવા માંગે છે કે “જો યોગ્ય કાપકૂપ કરવામાં ન આવે તો ઉપવન વન થઈ શકે છે, તેમ જીવનમાં દુઃખ ન આવે તો તે અનાચાર, દુરાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચાર વગેરે દ્વારા અનિયત્રિત જંગલ જેવું થઈ શકે છે. જેમ બગીચાની કાપકૂપ તેના વિકાસ માટે છે, વિનાશ માટે નહીં; તેમ જીવનમાં આવતા દુઃખો પણ તમારા વિકાસ માટે છે, વિનાશ માટે નહીં. એક વાર આ શ્રદ્ધા જો હૃદયમાં દૃઢ થઈ જશે તો દુનિયાની ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ તમારા મનને ઉદ્વિગ્ન નહીં કરી શકે, ક્રોધનો ભોગ નહીં બનાવે.” ગાર્ડન પોલિસીના આ સંદેશાને અમલમાં મૂકવા દ્વારા જીવનને “ગાર્ડન' જેવું બનાવી લો ! એની સુગંધ તમને અને બીજાને સૌને પ્રસન્ન કરી દેશે. 371