________________ 'ડોગ' પોલિસી ક્રોધ કેવો છે ? - એની સમજણ આવી જાય તો ક્રોધનો પરાજય કરવા માટેની વ્યુહરચના સારી રીતે ઘડી શકાય. આ પોલિસી ક્રોધની ઓળખાણ આપે છે. સાથે સાથે ક્રોધનો પરાજય કરવાની વ્યુહરચના પણ દર્શાવી દે છે. ક્રોધ કૂતરા જેવો છે. કૂતરો જેમ પોતાની શેરીમાં જ ભસે. એક વાર તમે તેની શેરીમાંથી બહાર નીકળી ગયા પછી એ તમારી પાછળ-પાછળ પણ નહીં આવે અને તમને ભસવાનું પણ બંધ કરતો જશે. આ ક્રોધ પણ તેવો જ છે. જ્યાં સુધી તમારો ઉપયોગ ક્રોધના આધિપત્યવાળી શેરીમાં હશે, ત્યાં સુધી ક્રોધ તમને હેરાન-પરેશાન કરી મૂકશે. પણ, જેવા તમે તેના આધિપત્યવાળી, શેરીમાંથી બહાર નીકળી ગયા કે ક્રોધની ખલેલ બંધ થઈ જશે. ' '. ક્રોધનું આધિપત્ય શરીર, ઈન્દ્રિય અને મનરૂપ ત્રણ શેરી ઉપર છે. મતલબ કે તમારો ઉપયોગ જ્યાં સુધી શરીર, મન કે ઈન્દ્રિયમાં અટવાતો હશે ત્યાં સુધી ક્રોધની બેહદ પરેશાની ચાલુ જ રહેશે. જેવો તમારો ઉપયોગ આ ત્રણેય ઉપરથી ઊઠી અંદર આત્મા તરફ વળશે, આ ત્રણેય શેરીઓનો ત્યાગ કરશે કે ક્રોધની ખલેલ ઘટતી જશે, ઘટતી જશે. અંતે નામશેષ થઈ જશે. દેહાધ્યાસ, ઈન્દ્રિયાવ્યાસ અને 350