________________ અંદરથી હચમચી ઉઠશે. એના મૂળિયા હલબલી ઉઠશે. તમે બીજાના કે જો બે-ચાર નબળા વ્યવહારને પણ માફ ન કરી શકતા હો તો ભવાંતરમાં આ જૈનશાસન મળશે શી રીતે ? આવી ઊંચી પોસ્ટ મળ્યા પછી તેને વફાદાર ન રહેનારને આવી અદકેરી પોસ્ટ મળે તેવી કોઈ શક્યતા રહેતી નથી. હવે સંકલ્પ કરી દો કે જૈન હોવાના નાતે મારે બીજાના કડવા વ્યવહારોને સહી લેવા છે. માનવ તરીકેનો ક્લાસ યાદ કરીને મારે કોઈકના અપમાનના ઘૂંટડા ગળી જવા છે. પ્રભુસેવક તરીકેના મારા લેવલને ખ્યાલમાં રાખીને મારે સહુની સાથે મૈત્રી રાખવી છે. આસ્તિક તરીકેનું મારું સ્ટાન્ડર્ડ ધ્યાનમાં રાખીને મારે કોઈના પણ પ્રત્યે વૈરની ગાંઠ તો નથી જ રાખવી. આ પોસ્ટ' પોલિસી એટલું જ કહે છે કે - ગુસ્સો - માનવભવના સદસ્ય બનવા જેવી પોસ્ટ મળ્યા પછી શોભે જ નહીં. એમાં ય જે જિનના અનુયાયી હોવાનું સદ્ભાગ્ય પામ્યા છે, તેને તો ગુસ્સો લગીરે ન શોભે ! આજથી જ જૈન હોવાને નાતે કે માણસ હોવાને નાતે ક્રોધને તિલાંજલિ આપીને જ રહો. જરા યાદ તો રાખો કે તમે કોણ છો ? તમારું સ્ટેટસ પણ તમે ભૂલી ગયા ?' પોસ્ટ' પોલિસીના આ સંદેશાને ઝીલી આત્માને ઢંઢોળીને જ રહો, ક્રોધને ભગાડીને જ રહો ! પરમાત્મા વીરની આ વાણીને હૃદયમાં કોતરી રાખજો કે - સામો થાય જો આગ, તો તમે થજો પાણી; આ છે પ્રભુ વીરની વાણી. 349