________________ ભરવા લાગી. ઘણા દિવસથી આ પ્રકારની કનડગત ચાલતી હતી. આમાં એક બહેન ભયંકર આવેશમાં આવી બોલવા લાગ્યા. મકાનમાલકણે પણ સામું એનું ભયંકર અપમાન કર્યું. પેલા બહેન ક્રોધમાં ને ક્રોધમાં પોતાના ઘરે ગયા. પોતાના જ શરીરે ઘાસલેટ છાંટ્યું અને કાંડી ચાંપી દીધી. પછી જોસથી દોડી અને મકાનમાલકણને ભેટી પડ્યા. આગે તરત જ રૌદ્ર રૂપ પકડ્યું. મકાનમાલકણે ચીસાચીસ કરી મૂકી. લોકોએ ઘણો પ્રયત્ન કર્યો. પણ પેલા બહેને એવી સજ્જડ રીતે પકડ્યા હતા કે એ બહેનની પકડમાંથી મકાનમાલકણ ન જ છૂટી શક્યા. જ્યારે છૂટા પડ્યા ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આ છે ક્રોધની કરુણાંતિકા ! ભયંકર કટુ વિપાક ! “જેવું વાવો તેવું લણો' - આ સિદ્ધાંત અફર છે. જેવું ફુવારામાં પાણી ભરશો તેવું જ પાણી ઉડશે, નીચે આવશે - આ વાત પણ 100% સત્ય છે. તેવી જ રીતે જેવો વ્યવહાર તમે બીજા સાથે કરશો તેવો જ કે તેનાથી પણ વધારે ખરાબ વ્યવહાર તમારે સહેવો પડશે - આ વાત પણ એટલી જ સાચી છે. હવેથી કોઈની પણ સાથે ખરાબ વ્યવહાર કરો, કોઈના પણ ઉપર ગુસ્સો કરો ત્યારે આ વાત મગજમાં સમજી રાખજો કે “આવો જ વ્યવહાર મારી જોડે પણ થશે.” આ વાત મગજમાં કોતરી રાખજો કે બીજાને મારવા માટે કરેલો વિચાર તમારા જ મોતનું કારણ બની શકે છે. શ્રીપાલને મારવા જનાર ધવલશેઠ પોતે જ પોતાના હાથે મર્યા ને ! બીજાના અપમાન માટે કરેલો પ્રયત્ન તમારા પોતાના જ અપમાનનું કારણ છે. તમે બીજાને અન્યાય કરવા દ્વારા તમારી સાથે અન્યાય થાય - તેની આમંત્રણ પત્રિકા લખી રહ્યા છો. જો આ વાત મગજમાં બરાબર કોતરાઈ જાય તો ગુસ્સો થઈ શકે નહીં ! એક વાત શાંત ચિત્તે વિચારવા જેવી છે કે - પોતાને મારવાનું કાવતરું કરનારને પણ ક્ષમા આપીને સીઝરે શું ગુમાવ્યું ? અને આ મકાનમાલકણે ક્રોધ કરીને શું મેળવ્યું ? કોઈ રૂ. ૫૦૦૦ની ઠગાઈ કરી 344